આજે જો કોઈ પણ માણસ ધારે તો શું નથી કરી શકતો. બસ માણસને નવા વિચારની જરૂર છે માણસો પોતાને આવતા વિચાર મુજબ દરરોજ કંઈક ને કંઈક નવી વસ્તુઓ કરતા રહેતા હોય છે અને એવી જ એક વસ્તુ બની છે થાઈલેન્ડમાં. થાઈલેન્ડની અંદર એક એવું મંદિર બનાવવામાં આવ્યું છે કે જે સમગ્ર મંદિર બીયર ની બોટલ માંથી બનેલ છે. મિત્રો કોઈપણ વ્યક્તિએ વિચાર્યું પણ ન હોય એવું હેરાન કરી દેનાર આ મંદિર શા માટે બનાવવામાં આવ્યું તો ચાલો જાણીએ તેની આખી હકીકત.
થાઈલેન્ડની અંદર આવેલા આ મંદિરનું નામ વાટ પા મહા ચેદિ કેવ મંદિર છે. આ મંદિરને બનાવવા માટે અંદાજે દોઢ લાખ થી પણ વધુ બિયરની બોટલો નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરને બનાવવા માટે અલગ-અલગ પ્રકારની દરેક રંગની બોટલો નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનાથી આ મંદિરમાં અનેક અવનવી ડિઝાઈનો રચાતી જાય છે.
મોટેભાગે બ્લુ અને લીલા રંગની બિયરની બોટલો માંથી બનેલું આ મંદિર ત્યાંના લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ સમગ્ર મંદિરની બનાવટમાં માત્રને માત્ર બિયરની બોટલો નો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. થાઈલેન્ડની અંદર આવેલા આ મંદિરને બૌદ્ધભિક્ષુકો એ બનાવેલું છે. અહીં આવેલું વોશ રૂમ અને અન્ય જગ્યાઓ પણ બીયર ની બોટલ માંથી જ બનેલી છે.
થાઈલેન્ડ માં આવેલું આ મંદિર બનાવવા માટે અંદાજે બે વર્ષથી પણ વધુ સમય લાગ્યો હતો અને નવાઈની વાત તો એ છે કે આ મંદિરની વચોવચ એક તળાવ પણ બનાવ્યું છે. જેની અંદર આ સમગ્ર મંદિર તથા તેની અંદર લગાવવામાં આવેલી બિયરની બોટલો નું એક સુંદર પ્રતિબિંબ રચાય છે બીયર ની બોટલ નું એક સુંદર પ્રતિબિંબ રચાય છે અને આ નજારો ખુબ જ સુંદર હોય છે અને આથી જ આ મંદિરની આ સુંદરતાને જોવા માટે હજારો લોકો ઉમટી પડે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.