બપોરની ઊંઘ આપણા માટે ફાયદાકારક કે નુકસાનકારક વાંચી લો આર્ટીકલ.

અનેક લોકોને બપોરે ઊંઘી જવાની ટેવ હોય છે અને તમે તેને વારંવાર કહેતા સાંભળ્યું હશે કે જો તે બપોર વચ્ચે ન સુએ તો બપોર પછી તેનું માથું ભમવા માંડે છે સવારથી માંડીને સાંજ સુધી સતત ને સતત કામમાં વ્યસ્ત રહેતા માણસો માટે બપોરની ઊંઘ ઘણી વખત જરૂરી બની જાય છે ઘણા લોકો બપોરે જમ્યા બાદ થોડો આરામ ફરમાવે છે આપણે ત્યાં બપોરે સૂવા અંગે અનેક પ્રકારની માન્યતાઓ ફેલાયેલી છે. ઘણા લોકો એમ કહે છે કે બપોરે સૂવાથી તમારું શરીર વધે છે. તથા શરીરમાં આળસ આવે છે અને ઘણા લોકો એમ કહે છે કે બપોરે સૂવાથી બપોર બાદ તમે પુરી સ્ફૂર્તિથી કામ કરી શકો છો તો ચાલો જાણીએ બપોર વચ્ચે શું એ ખરેખર આપણા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક?

કેલિફોર્નિયાના એક પ્રોફેસરની રિસર્ચ મુજબ તેણે એક તારણ કાઢ્યું છે કે બપોરની ઊંઘ તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કેમકે બપોરે થોડી વખત ઊંઘી જવાના કારણે તમારા મનને થોડી શાંતિ મળે છે. તથા શરીરને પણ આરામ મળે છે જેને કારણે બપોર બાદ તમે તમારા દરેક કાર્ય ને પૂરી તાઝગી કરી શકો છો તથા તમારા કાર્યમાં ઝડપ પણ વધી જાય છે આ પ્રોફેસરના જણાવ્યા અંગે બપોરની ઊંઘ આપણા માટે ફાયદાકારક છે પરંતુ જો તેને આ નિયમો અનુસાર ઊંઘવામાં આવે તો?

ઊંઘવા માટે નો સમય

સામાન્ય રીતે લોકોને એવી ટેવ હોય છે કે તેને બપોરે જમ્યા ના તુરંત બાદ નીંદર આવે છે અને તે કોઈ પણ કાર્ય કર્યા વગર સીધા જ ઊંઘી જાય છે પરંતુ પ્રોફેસર ના અનુસાર બપોરના જમ્યા બાદ તમારે થોડું વોકિંગ કરી અને ત્યારબાદ ઉંઘવું જોઈએ જેને કારણે તમે જમેલો ખોરાક પચવામાં સરળતા રહે.


કેટલા સમય માટે ઊંઘવું

આ રિસર્ચ અનુસાર બપોરે જમ્યા બાદ તમારે ઓછામાં ઓછી ૧૫ મિનિટ અને વધુમાં વધુ 90 મિનિટની ઊંઘ લઇ શકો છો જો તમને ઊંઘવાની ટેવ ન હોય તો તમે પંદરથી વીસ મિનિટથી લઈને તમારા શરીરને આરામ આપી શકો છો અને જો તમને બપોરે ઊંઘવાની ટેવ હોય તો તમે વધુમાં વધુ ૯૦ મિનિટ સુધી જ ઊંઘવું જેને કારણે તમારા શરીરમાં આળસ આવતી નથી.

ઘણા લોકોને ટેવ હોય છે કે તે બપોર વચ્ચે જમ્યા બાદ ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી સુતા રહે છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે આથી જો બપોર વધારે ઊંઘવું હોય તો વધુમાં વધુ ૯૦ મિનિટ સુધી જ ઊંઘવું જોઈએ.

એક્સરસાઈઝ કર્યા બાદ સીધા જ ન ઊંઘવું

ઘણા લોકો બપોરે એક્સરસાઈઝ કર્યા બાદ થાકી જવાના કારણે સીધા જ સૂઈ જાય છે પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે એક્સરસાઈઝ કર્યા બાદ અંદાજે બે કલાક સુધી ઉંઘવું ન જોઇએ તો જ એક્સરસાઇઝનો ફાયદો તમારા શરીર પર જોવા મળશે અન્યથા તમારી એક્સરસાઇઝ વ્યર્થ જશે.

આમ છતાં એક રિસર્ચ એમ પણ કહે છે કે જો તમને બપોર વચ્ચે સૂવાની ટેવ ન હોય તો બપોર વચ્ચે સૂવાનું ટાળવું જોઈએ કેમ કે ઘણા લોકો એવા હોય છે કે તે જો બપોર વચ્ચે શું તો તેના સ્વાસ્થ્ય માટે ખરાબ અસર પડે છે આથી જો તમને બપોર વચ્ચે ન છૂટકે સૂવું પડે તેમ હોય તો જ બપોર વચ્ચે શું જોઈએ અને તે પણ રિસર્ચમાં બતાવેલા નિયમોનુસાર અન્યથા તમારા માટે તે નુકસાનકારક છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *