આજકાલના બાળકો ને ફાસ્ટ ફૂડ ખાવું ખૂબ જ પસંદ હોય છે. અનેક બાળકો ની પહેલી પસંદ વેજિટેબલ બર્ગર હોય છે. જો તમારા બાળકને પણ વેજીટેબલ બર્ગર ખૂબ જ ભાવતું હોય તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ વેજીટેબલ બર્ગર ઘરે બનાવવા માટેની રીત.
સામગ્રી :-
- French beans ૧ કપ
- ગાજર અડધો કપ
- અડધો કપ જીણી સમારેલ ડુંગળી
- અડધો કપ લીલા મરચા
- ટોસ નો ભૂકો અડધો કપ
- લસણ બે કડીઓ
- આદુ 1 બારીક કટકો
- લીલા મરચા
- આમચૂર પાઉડર અડધી ચમચી
- લાલ મરચુ પાઉડર 1 ચમચી
- ચાટ મસાલો ૧ ચમચી
- મીઠું સ્વાદ અનુસાર
- બાફેલુ બટાટુ એક
- તોફું 100 ગ્રામ
- બર્ગર નુ બન 5 નંગ
ફિલીંગ માટે :-
- મેયોનીઝ
- ડુંગળી ની સ્લાઈસ
- ટામેટા ની સ્લાઈસ
- સિમલા મિર્ચ ની સ્લાઈસ
બનાવાની રીત :-
• વેજીટેબલ બરગર બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલની અંદર પાણી ભરી તેની અંદર બધા જ શાકભાજીને ઝીણા કરીને પંદર મિનિટ સુધી ઉકાળો.
• ત્યાર બાદ એક પેનમાં 2 ચમચી તેલ મૂકી તેને ગરમ કરી તેની અંદર લસણ અને આદુની પેસ્ટ ઉમેરી લીલા મરચાને ફ્રાય કરો.
• ત્યારબાદ આ મિશ્રણમાં બાફેલી શાકભાજી ઉમેરી એક ચમચી લાલ મરચું પાઉડર 1 ચમચી ચાટ મસાલો અડધી ચમચી આમચૂર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર હલાવો તથા પાકવા દો.
• ત્યારબાદ તેની અંદર સો ગ્રામ તોફું, બાફેલ બટેટા અને થોડું મીઠું ઉમેરી બરાબર હલાવી લો.
• જ્યારે આ મિશ્રણ ઠંડું થઈ જાય ત્યારબાદ તેની અંદર બ્રેડનો ભૂકો ઉમેરી તેને બરાબર મિક્સ કરી દો.
• હવે તેમાંથી પેટીના આકારના લુવા બનાવી તેને એક પેન ની અંદર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો.
• ત્યારબાદ બર્ગર બસને બે ભાગ ની અંદર કાપી લઇ 160 ડિગ્રી સુધી પરી હીટ કરેલા ની અંદર 7 થી 10 મિનિટ સુધી પાકવા માટે રાખી દો.
• ત્યારબાદ બર્ગર બનની અંદર એક પેટીસ રાખી એક ચમચી મેયોની લગાવી એક સ્લાઇસ ડુંગળીની એક સ્લાઈસ ટમેટાની અને એક સ્લાઈસ સીમલા મિર્ચી રાખી દો.
• ત્યારબાદ તેના ઉપર બીજું બન રાખી દઈ અને કવર કરી લો બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ એવું વેજીટેબલ બર્ગર જેને તમે સોસ સાથે ખાઈ શકો છો.
નોંધ :- બર્ગર નો સ્વાદ વધારવા માટે તેની અંદર ચીઝ અને ખમણીને પણ ઉમેરી શકાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.