શુ તમે પણ બાળકને સુવડાવવા માટે ઘણા હેરાન થતા હસો જેમાં સૌથી વધારે હેરાન તેમની મમ્મી થાય છે જે બાળકને સુવાડવા માટે અને ક પ્રયત્નો કરે છે પણ બાળકને સુવડાવવા માટે ઘણા ખરા હાલરડાં અથવા તો ગીત ગાય છે પણ બાળક સુવા માટે તેમને રાહ જોવડાવે છે તો આ જે ગીત છે જે બાળક ને સુવામાં જલ્દીથી મદદ કરશે
“ચંદનીયા લોરી લોરી ”
“દીકરી મારી લાડકવાયી… લક્ષ્મીનો અવતાર…”
“ગોપાલ મારો પારણીએ નુલે રે…”
“તમે મારા દેવ ના દીધેલ છો….આવ્યા ત્યારે અમર થઈને હો…”
“દીકરો મારો લાડકવાયો… દેવનો દીધેલ છે….”
આ ઉપરાંત બાળકને સહેલાઈથી સુવડાવવા માટે આ ઉપાયો પણ કરી શકો છો.
૧. આમ તો બાળકને સૂવડાવવાની ઘણી રીતો છે અને જો તમે તમારા ઘરવાળા અને બાળકના અનુસાર સૂવાની રીત નક્કી કરી શકો છો બસ યાદ રાખો કે તમારે દરરોજ બાળકને એક જ સમયે સુવડાવી દેવું જોઈએ, જેથી બાળકની આદત થઈ જાય.
૨. જો તમારે બાળકને સમય કરતા વધારે સુવાના ફાયદા જણાવવા જોઈએ જેથી તેને જલ્દી સૂવાનુ સારુ લાગે માટે તમારે બાળકને સૂતા પહેલાં ભરપેટ ખાવાનું ખવડાવવું જોઈએ. આવી રીતે બાળક છ અઠવાડિયામાં સમય પર સુવાનું શીખી જશે.
૩. આખો દિવસ તમે અવાજ વાળા માહોલમા અને તેને ખેલ-કૂદમા વ્યસ્ત રાખો, પરંતુ રાતે શાંત અને આરામદાયક માહોલ બનાવો. જેનાથી બાળકનુ શરીર એક કુદરતી માહોલમા સેટ થઈ જશે અને તેને દિવસ અને રાતનો ફરક ખબર પડી જશે.
૪. બાળકને માતા વિના સુવડાવવાની ધીમે ધીમે ટેવ પાડો. આમ કરવાથી તેને બીજા પર નિર્ભર રહેવાથી ટાળી શકાય છે. જેથી તે માતા વગર પણ સુઈ શકશે અને તેના માટે આ સારુ રહેશે અને તે સ્વાવલંબી તથા આત્મનિર્ભર બનતા શીખશે.
૫. પથારીમા સુવાનો એક જ સમય નક્કી કરો. બાળકને નવશેકા ગરમ પાણીથી નવડાવો અને પછી તેને નાઈટ ડ્રેસ પહેરાવીને સુવડાવી દો. ત્યારબાદ તેને હાલરડુ સંભળાવો અને હલકા હાથે થપથપાવીને સુવડાવો. આ માટે ફૂલ સમય ૪૫ મિનિટથી વધારે ન લાગવો જોઈએ. બાળક માટે સારુ રહેશે કે તેને સાંજે ૮:૩૦ થી ૯:00 વાગ્યા સુધીમા સુવડાવી દો. જો મોડુ કરશો, તો બની શકે કે તેની ઊંઘ ઉડી પણ જાય અને બાળક જાગતુ રહે.
૬. બાળકને સુરક્ષાની અનુભૂતિ કરાવવા માટે, તમે તેને સુવા માટે હલકી રજાઈ કે કોઈ રમકડુ આપી દો. તમે, તેને આપવાની રજાઈ કે રમકડુ પોતાની પાસે રાખો, જેના કારણે તમારા શરીરની મહેક એ વસ્તુ પર આવી જાય. બાળકની સૂંઘવાની શક્તિ ખૂબ જ વધારે હોય છે, એટલે તમારા શરીરની મહેક તેને શાંત કરી દેશે.
૭. બાળકને થોડુ રડવા પણ દો. ખાસ કરીને જ્યારે તેની ઉમર ચાર થી પાંચ મહિનાની હોય. આ એક કુદરતી ક્રિયા છે અને તેને ક્યારેય રોકશો નહીં. જેના લીધે બાળકની અંદર રહેલો થાક ઉતરી જશે અને પછી તે પોતાની જાતે જ શાંત થઇ જાશે.
૮. બાળકને હળવા હાથે પંપાળો. આવુ કરવાથી બાળકને રાહત મળી રહે છે. તેને એવુ લાગે છે કે એ તમારા હાથમા તે સુરક્ષિત છે. એવા અહેસાસ માત્રથી, તેને આનંદમય રીતે ઊંઘ આવશે. તમે બાળકનુ મોઢુ મંદ-મંદ હસતુ જોઈ શકશો. આ એ વાતનુ પ્રતિક છે કે બાળક તમારા પંપાળવાનો આનંદ માણી રહ્યુ છે. તમે બાળકની સાથે તેની પથારીમાં સૂઈને પણ તેને પંપાળી શકો છો અને તેની સાથે સુવાનુ નાટક પણ કરી શકો છો. આ બધુ બાળકને સુવડાવવા માટે તમે જાતે જ કરી શકો છો.
૯. તમે ક્યારેક-ક્યારેક પોતાના પતિને પણ બાળકને સુવડાવવા માટે કહી શકો છો. જેનાથી તમારી ગેરહાજરીના સમયે પિતાની થપથપીથી પણ સુઈ જશે. બને ને બરાબર ના ભાગીદાર થવુ જોઈએ. જો તમે સંયુક્ત કુટુંબમાં રહેતા હોવ, તો તમારા ઘરમા રહેતા દરેક વડીલો પણ વારાફરતી બાળકની દેખભાળ કરી શકે છે. સમય જતા ધીરે-ધીરે બાળકને આપમેળે સમય પર સુવાની ટેવ પડી જશે.
૧૦. બાળકના રડવાના બીજા કારણો પણ જાણો, કે બાળક કેમ આવુ કરી રહ્યુ છે? શુ તેનુ નેપી ભીનુ તો નથી ને? શુ તેને ભૂખ તો નથી લાગી ને? તેના કપડા વધારે ફિટ છે? તેને શરદી કે જુલાબ તો નથી થયા ને? કે પછી મમ્મીની રાહ જોઈ રહ્યુ હોય! તો આવા કારણ જાણીને પછી તમે તેની સુવડાવવાનો પ્રયત્ન કરો.
૧૧. જો બધી બાજુથી તેના રોવાના કારણો તમે શોધી રહ્યા હોય, તો પતિ અને અન્ય ભરોસા વાળા માણસોની સલાહ પણ લ્યો. તેનુ રડવાનુ જો તમને અસાધારણ લાગી રહ્યુ હોય, તો નિષ્ણાંત તબીબ પાસે તેનુ નિવારણ કરાવો.