કાર અને બાઇકની નિર્માતા બજાજ કંપનીએ તેની એક સરસ કાર Bajaj Qute લોન્ચ કરવા જઈ રહી છે. ભારત સરકારે હવે ક્વાડ્રિસાઇકલ ને મંજૂરી આપી દીધી છે. તમને જણાવીએ કે આની પહેલા બજાજ ની કાર માત્ર આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવામાં આવી હતી, પરંતુ ટૂંક સમયમાંસારી અને સસ્તી કારનું ભારતમાં વેચાણ કરે છે. તો ચાલો કારની વિશેષતા વિષે જાણકારી લઈએ.
બજાજ ક્યૂટ – પ્રાઇસ અને માઇલેજ
બજાજ કંપનીની આ નવી કારનું નામ બજાજ ક્યુટ છે. બજાજ કંપની 1.50 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ ભાવ રાખ્યા છે. બજાજ કંપનીએ આ કારની માઇલેજ 32 કિ.મી. બતાવી છે જે ખુબજ સારી છે. આ કર ના વેરીયંત વિષે હજુ કોઈ ખુલાસો કરેલ નથી. હમણાં એક બેજીક મોડેલ ના સ્પેસીફીકેશન આપેલ છે.
બજાજ ક્યૂટ – ખાસિયત
બજાજ કંપની એઆ કાર માં 217 સીસી નું વોટર કુલ DTSi, 4-વાલ્વ, ટ્રીપલ સ્પાર્ક પેટ્રોલ BS4 એન્જીન લગાવ્યું છે જે 5500 આરપીએમ પર 13 બીએચપી ની તાકાત અને 4000 એન એમ આર પી અમ પર 19.6 ની તાકાત ઉત્પન્ન કરે છે. બજાજ કુટની ટોપ સ્પીડ પ્રતિ કલાક 70 કિમી છે. અને 4 લોકો આ કારમાં આરામથી બેસી શકે છે.
એક વેબસાઈટ cardekho વાળા ના જણાવ્યા પ્રમાણે આ કાર આવતા બે થી ત્રણ મહીના એટલે કે સપ્ટેમ્બર કે ઓક્ટોબર ૨૦૧૮ માં લોન્ચ થઇ જશે અને આમ જોઈએ તો એ ઓટો રિક્ષા નું રીપ્લેસમેન્ટ કહી શકાશે. ભારત ના મંત્રાલય એ લીલી ઝંડી આપી દીધી છે અને ખુબજ જલ્દી ભારત ના રોડ પર દોડતી દેખાશે.
આ કાર દેખાવ માં ખુબ સરસ છે અને ઘણા બધા આકર્શક કલર માં ઉપલબ્ધ થશે. આ કાર લોન્ચ થશે પછી ઘણા લોકો નું કાર નું સપનું પૂરું થઇ શકશે. સામાન્ય કીમત અને સારી માઈલેજ ધરાવતી આ કાર ઓછી આવક વાળા લોકો ને પણ પરવડે એમ છે.
આ એક એવી કાર છે જેને ઓછી જગ્યા ની જરૂર પડે છે અને તેમાં બંધ બોડી સ્ટ્રક્ચર છે, જે ડ્રાઇવર અને મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત સવારી આપે છે. ઉપરાંત, સામાન માટે પૂરતી જગ્યા પણ મળે છે અને મહત્તમ પ્રતિબંધિત શહેરની ઝડપ પર ચાલે છે, જે બધા માટે સુરક્ષા પૂરી પાડે છે.
લેખન અને સંકલન : દિવ્યા રાવલ