ફળ ખાવાના શોખીન લોકો માર્કેટમાંથી બહુ જ બધા ફ્રુટ્સ ખરીદી લાવે છે, અને પછી તેને માત્ર પાણીથી જ ધોઈ લે છે. પણ આવી રીતે ક્યારેય ફળો પરની ગંદકી સાફ થતી નથી. જે બાદમાં તમારી બીમારીઓનું કારણ બની શકે છે. આવામાં ફ્રુટ્સ અને શાકભાજીને ખાતા પહેલા તેને સારી રીતે સાફ કરવા બહુ જ જરૂરી છે. આજે અમે તમને બતાવીએ કે કેવી રીતે ફ્રુટ્સ અને શાકભાજીઓને સાફ કરવા, જેથી તેના બેક્ટેરીયાને ખત્મ કરી શકાય.
ગરમ પાણી
ઠંડા પાણીથી ફ્રુટુસને સાફ કરવાથી તેમાં બેક્ટેરીયા રહી જાય છે. ઠંડા પાણી કરતા ફ્રુટ્સને ગરમ પાણીમાં થોડી વાર રાખી મૂકો. તેનાથી બેક્ટેરીયા પણ મરી જશે અને ફ્રુટ્સ પણ વધુ સમય સુધી ફ્રેશ રહેશે.
મીઠાનું પાણી
ફ્રુટ્સ અને શાકભાજીઓને સાદા પાણીને બદલે મીઠાના પાણીથી સાફ કરો. ગરમ પાણીમાં અડધી ટીસ્પૂન મીઠું નાખીને ધોઈ લો. તેનાથી ફ્રુટ્સ અને શાકભાજી સારી રીતે સાફ થઈ જશે.
વિનેગર
બેક્ટેરીયાને ફ્રુટ્સને દૂર કરવા માટે તેને થોડો સમય વિનેગરના પાણીમાં પલાળીને રાખો અને બાદમાં ગરમ પાણીથી ધોઈ લો. ફુ્ટ્સ એકદમ ચોખ્ખા થઈ જશે.
નેચરલ ક્લીનિંગ સ્પ્રે
1 ટેબલસ્પૂન લીંબુના રસમાં 2 ટેબલસ્પૂન બેકિંગ સોડા નાખીને મિક્સ કરો અને બાદમાં પાણીમાં મિક્સ કરી લો. હવે તેને ફ્રુટ્સ અને શાકભાજી પર હળવેથી સ્પ્રે કરીને તેને સાફ કરી લો.
કાપડ
મીઠાના પાણીમાં સારી રીતે ઉકાળી લો. બાદમાં કોઈ ચોખ્ખું કાપડ તેમાં ડુબાડી દો. હવે આ કાપડથી ફ્રુટ્સ અને શાકભાજીને સાફ કરી લો.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ આવી અનેક ઉપયોગી પોસ્ટ અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.