જો આજે ભારત દેશની અંદર સૌથી વધુ પ્રખ્યાત કાર કંપની કોઇ હોય તો તે છે, મારુતિ સુઝુકી. અને તેમાં પણ જો તેનું સૌથી ઉમદા મોડલ ની વાત કરીએ તો તે છે મારુતિ સુઝુકી અલ્ટો કાર. મારુતિ સુઝુકી કંપની દ્વારા બનાવવામાં આવેલી આ અલટો કાર તેના સેગમેન્ટની સૌથી સસ્તા માં સસ્તી કાર છે. જેની કિંમત બે લાખ ૬૬ હજાર છે.
પરંતુ હાલમાં જ વર્ષ 2018 માં મારુતિ સુઝુકી એક નવા વર્ઝનમાં અલટો કાર ને લોન્ચ કરવાનું મન બનાવી લીધું છે. અને અલ્ટો ના નવા વર્ષનું નામ તેણે અલ્ટો ઇકો રાખવાનું નક્કી કર્યું છે. તમને બતાવી દઈએ કે, મારુતિ સુઝુકી કંપનીએ પોતાની આ કારને ગયા વર્ષે જ જાપાનના એક ફોટો એક્સપર્ટ મા પ્રદર્શિત કરી હતી. અને ત્યારથી જ કહેવામાં આવે છે કે, ભારતમાં આ કારણે ઝડપથી લોન્ચ કરવામાં આવશે.
હવે જો વાત કરી આ ગાડીના ડિઝાઇનની. તો તેમાં આ કારની અંદર એકદમ નવી જ ડિઝાઇનવાળું પેનલ લગાડવામાં આવશે. સાથે સાથે તેની અંદર એકદમ અલગ જ પ્રકારના હેડલેમ્પ હાઉસિંગ જોવા મળશે. આ ઉપરાંત આ હેડની નીચે આપેલ બ્લેક આ ગાડીની શોભામાં ચાર ચાંદ લગાવી દેશે.
થોડા જ સમયમાં લોન્ચ થનારી મારુતિ સુઝુકી અલ્ટો કાર નું સૌથી મોટી ખાસિયત એ છે કે, તેની કિંમત અત્યારે મળતી અલ્ટો કારની કિંમત કરતાં પણ ઓછી હશે. આ કારની કિંમત માત્ર અઢી લાખ રૂપિયા જ હશે. જે ભારતના મોટાભાગના લોકો માટે એકદમ બજેટવાળી કાર બનીને ઊભરી આવશે .
આ ઉપરાંત આ કારની અંદર 600cc એન્જિન પણ લગાડવામાં આવ્યું છે. આ ગાડી ની ડીઝાઈન ની અંદર સુઝુકીની અન્ય કારો કરતાં સૌથી વધુ સારો body to weight ratio પ્રદાન કરવામાં આવ્યો છે. આથી જ આ ગાડીનો 600cc નો પાવર પણ ઓછો નહીં પડે. આ ઉપરાંત આ ગાડીની અંદર જૂની અલટો કાર કરતા વધુ જગ્યા મળશે જેને કારણે લોકો કમ્ફર્ટેબલી તેની અંદર બેસી શકશે. અને મજાની વાત એ છે કે, આ ગાડીનો હેન્ડલ ડ્રાઇવર પોતાની સુવિધામુજબ એડજસ્ટ કરી શકશે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.