ધર્મ શાસ્ત્રોમાં છોડને ઘણો જ પવિત્ર અને સકારાત્મક ઉર્જા આપવાવાળો માનવામાં આવે છે. એટલા માટે દરેકના ઘરમાં અમુક એવા છોડ પણ હોઈ છે જે ઘણા લાભદાયક હોઈ છે. અમુક છોડની તો રોજ પૂજા પણ કરવામાં આવે છે. જેમકે તુલસીનો છોડ જેની પૂજા કરવાથી સુખ શાંતિ મળે છે. પણ જો એક મહત્વની વાત પર ધ્યાન ના આપ્યું તો અમુક છોડ જેટલા સકારાત્મક છે એટલા જ નકારાત્મક પણ થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે ઘરમાં ક્યાં છોડ ના લગાવવા જોઈએ. જે ઘરમાં ગરીબી લાવે છે. અમુક જગ્યાએ જોવા મળે છે કે ઘણા લોકો તેના ઘરની આસપાસ છોડ લગાવી દે છે. અમે જે છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે લગાડવાથી કિસ્મત બદકિસ્મત માં બદલી જાય છે. અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.

આમલીનો છોડ :-ઘરની આજુબાજુ ક્યારેય પણ આમલીનું ઝાડ ના હોવું જોઈએ. કેમકે એવી માન્યતા છે કે આમલીના ઝાડ પર ભૂતો નો વાસ હોઈ છે. આમલી સ્વાસ્થ્ય માટે પણ હાનીકારક છે.

કરમાયેલા છોડ :-જો તમારા ઘરમાં કોઈ છોડ મુરજાયેલો છે તો તેણે તરત જ હટાવી દયો. કેમકે વાસ્તુશાસ્ત્ર મુજબ આવા છોડ થી ઘરમાં નકારાત્મકતા આવે છે. આવા છોડને ઘરમાં લગાવવાની સખત મનાઈ છે. તેની સિવાય તેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આ છોડ ઓક્સીજન છોડવાને બદલે ઓક્સીજન લે છે. જેને લીધે આજુબાજુ ઓક્સિજનની માત્રા ઓછી થઈ જાય છે.

બોન્સાઇ નો છોડ :-જો તમે ઘરની આજુબાજુ બોન્સાઇનો છોડ લગાવેલો છે તો તેણે તરત જ હટાવી દયો. કેમકે એ દરિદ્રતાનું કારણ થઈ શકે છે.વાસ્તુશાસ્ત્રમાં બોન્સાઇના છોડને નકારાત્મક ઉર્જા વાળો છોડ માનવામાં આવે છે. આ છોડનું આર્થિક સ્થિતિ ઉપર ખરાબ અસર પડે છે.

થોરનો છોડ :-વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ક્યારેય પણ કાંટાવાળા છોડ ના લગાવવા જોઈએ. આના સિવાય એ છોડ કે જેને છોલવાથી અથવા કાપવાથી દૂધ નીકળતું હોઈ. કેમકે આ છોડથી નકારાત્મક ઉર્જા નું કારણ બને છે. તેની સિવાય આવા છોડ થી ચોટ લાગવાનો પણ ભય રહે છે.