પહેલાના જમાનામાં ટાલ પડવાની સમસ્યા ફક્ત મોટી ઉંમરના વ્યક્તિઓ માં જ જોવા મળતી હતી. પરંતુ આજની બદલાતી જતી લાઈફ સ્ટાઈલના કારણે નાની ઉંમરમાં પણ લોકો ટાલ ના શિકાર બને છે. નાની ઉંમરે જ ટાલ પડવાના કારણે વ્યક્તિ મોટી ઉંમરનો હોય તેવું લાગવા માંડે છે.
હાલમાં અનેક પ્રકારની એલોપેથિક દવાઓ બજારમાં ઉપલબ્ધ છે. જેના દ્વારા લોકો પોતાની ટાલ માં નવા વાળ ઉડાડવાની કોશિશ કરે છે, પરંતુ લાખ કોશિશ કરવા છતાં પણ તેને મન-ગમતું રિઝલ્ટ મળતું નથી. આ ઉપરાંત લોકો હેર ટ્રાન્સપ્લાન્ટ દ્વારા પણ પોતાની ટાલમાં નવા વાળ ઉગાડે છે પરંતુ આ ટ્રીટમેન્ટ ખૂબ જ ખર્ચાળ છે.
આજે અમે આપના માટે લાવી રહ્યા છીએ એવા બે કારગર ઉપાય જે કરવાથી ફક્ત એક મહિનાની અંદર તમારા ખરતા વાળ બંધ થઈ અને ટાલની જગ્યાએ ઉગશે નવા વાળ.
મેથી અને દહીં:-
માથાની ટાલ ની સમસ્યામાં મેથી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે મેથીને એક રાત પાણીમાં પલાળી રાખો ત્યાર બાદ તેને દહીમાં ભેળવો. ત્યારબાદ તેનો બારીક પેસ્ટ બનાવવી. આ પેસ્ટને તમારા વાળના મૂળમાં જે જગ્યાએ ટાલ પડી છે ત્યાં લગાવો. અંદાજે એક કલાક બાદ તેને સાદા પાણીથી ધોઈ લો.
આમ કરવાથી તમારા વાળની રુછી દૂર થશે તથા તમારા માથાની ચામડી નરમ પડશે. મેથી માં રહેલ નિકોટિનિક એસિડ તમારા વાળના મૂળમાં પોષણ પૂરું પાડે છે, જેના કારણે ફક્ત થોડા દિવસોમાં તમારી ટાલમાં નવા વાળ ઊગી નીકળશે.
અડદ દાળની પેસ્ટ:-
અડદની ફોતરાં વિનાની દાળને ઉકાળીને પીસી લો. ત્યારબાદ રાત્રે સૂતી વખતે આ પેસ્ટને તમારા વાળમાં લગાવી દો. રાત્રે વાળમાં લગાવી તેનાં પર કોઈ ટુવાલ અથવા તો અન્ય વસ્તુ વળે તમારું માથું લપેટી લો, જેથી સુવા સમયે તમારા ઓશિકા ની અંદર અડદ ની દાળ ના ડાઘ ન થાય.
ત્યારબાદ સવારમાં તમારા વાળને સાદા પાણીથી ધોઈ લો થોડા દિવસો સુધી સતત આ ઉપાય કરવાના કારણે તમારી ટાલ ના વાળ ફરીથી ઊગવા મળશે. આમ ડોક્ટર ની મોંઘી ટ્રીટમેન્ટ ની જગ્યાએ ઘરના આ સામાન્ય ઉપાય દ્વારા તમે તમારી ટાલમાં ઉગાડી શકો છો નવા વાળ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.