અંજીર ખૂબ જ સ્વાસ્થ્ય અને ગુણકારી ફળ છે. ઘણા લોકોની અંજીરના ફળ ખૂબ જ ભાવતા હોય છે. અને આ જ અંજીરને જ્યારે સૂકવી દેવામાં આવે છે ત્યારે તે પ્રકારના મેવાના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. લોકો આ સુકાયેલા અંજીરના ફળ ના નાના નાના ટુકડા કરી દૂધ સાથે મેળવીને પીવે છે. અથવા તો તેને ખાંડ સાથે ભેળવીને પણ પીવે છે.
અંજીરના ઝાડની છાલ એકદમ ચીકણી અને સફેદ રંગની હોય છે. તથા આ ઝાડ અંદાજે 7 થી 10 મીટર સુધીની ઊંચાઇ નું હોય છે. તેના ઉપર લાગતા અંજીરના ફળો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. અંજીરનું સેવન તમારા સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરનારું હોય છે. કેમકે અંજીર ની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન હોય છે જે તમારા શરીરને કાયમી માટે તંદુરસ્ત રાખે છે.
મોટે ભાગે અને અફઘાનિસ્તાનના કાબુલ વિસ્તારની અંદર અંજીર વિપુલ માત્રામાં ઉત્પાદન થાય છે. આપણા દેશમાં પણ બેંગ્લોર સુરત કાશ્મીર ઉત્તર પ્રદેશ અને નાસિક ની અંદર આ અંજીરના અનેક બગીચાઓ આવેલા છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ અંજીરનું સેવન કરવાના કારણે તમારા સ્વાસ્થ્યને કેવા પ્રકારના ફાયદાઓ થઈ શકે છે.
અંજીરને ખૂબ જ શક્તિવર્ધક ફળ માનવામાં આવે છે. કેમકે અંજીરનું સેવન કરવાના કારણે તમારા શરીરની બધી જ નબળાઈઓ દૂર થઈ જાય છે. અને તમારું શરીર એકદમ કુરતી વાન અને તાકાતવાન બની જાય છે. આથી અંજીરનું સેવન તમારા શરીરની શારીરિક શક્તિ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક બને છે.
અંજીર ની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. આથી હાડકાના દુખાવા વાળા દર્દીઓ જો અંજીરનું સેવન કરશે તો તેને ખૂબ જ ફાયદો થશે આ ઉપરાંત અંજીરનું સેવન કરવાના કારણે લોકોને સાંધાના બીમારીઓમાંથી પણ છુટકારો મળે છે.
જો દરરોજ થોડું થોડું અંજીરનું સેવન કરવામાં આવે તો લોહી કોઈપણ વ્યક્તિને જૂનામાં જૂનું કબજિયાત હોય તો તેમાંથી રાહત મળે છે. કેમ કે અંજીર ની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર રહેલું હોય છે. અને જે તમારા પાચનશક્તિને મજબૂત બનાવે છે જેથી કરીને તમારી કબજીયાતની સમસ્યા દૂર થાય છે.
અંજીર ની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે તમારા હાડકા ને ખુબ જ મજબૂત બનાવે છે. આ ઉપરાંત તેની અંદર રહેલા તત્વો તમારા શરીરને અનેક પ્રકારની જટિલ બીમારીઓ જેવી કે ડાયાબિટીસ અને હાર્ટ અટેકની સમસ્યામાં પણ રાહત અપાવવા માટે ઉપયોગી સાબિત થાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.