આપણે ત્યાં અંજીરને એક ડ્રાયફ્રુટ ગણવામાં આવે છે. અંજીર ભારતના અનેક ભાગોમાં થાય છે. ઝાડ પર રહેલા અંજીરના ફળ ગોળ આકારના હોય છે અને જ્યારે તે પાકી જાય ત્યારે તેને દબાવીને ચપટા આકારના બનાવી દેવામાં આવે છે. અને આથી જ્યારે તમે બજારમાંથી આ અંજીરને ફ્રૂટ લેવા જાઓ છો ત્યારે તે ચપટા આકાર ના પેંડા જેવા મળે છે. ઘણા લોકોને અંજીર ખૂબ ભાવતા હોય છે અને તે નિયમિત રીતે અંજીરનું સેવન કરતા હોય છે. પરંતુ અમુક લોકોને આ અંજીરના ફાયદા વિશે ખ્યાલ નથી. તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ અંજીર નું નિયમિત સેવન કરવાથી થતા ફાયદાઓ.
અંજીર ની અંદર ભરપૂર માત્રામાં પોટેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, ફાઇબર અને ઓમેગા-3 હોય છે. જે તમારા શરીરને જરૂરી એવા દરેક મિનરલ્સ ને પૂરા પાડે છે. અને આથી જ જો દરરોજ અંજીર નું નિયમિત સેવન કરવામાં આવે તો તમારું શરીર પણ રહી શકે છે અનેક બીમારીઓથી દૂર. તો ચાલો જાણીએ દરરોજ બેનઝીર ખાવાના કેટલાક ફાયદાઓ.
1. અંજીર ની અંદર રહેલા તત્વો તમારા શરીરમાં હિમોગ્લોબીનની માત્રા વધારે છે. જેથી ઓછા હિમોગ્લોબીન વાળી સ્ત્રીઓ એ દરરોજ અંજીરનું સેવન કરવું જોઈએ.
2. અંજીર ની અંદર રહેલ પોટેશિયમ તમને દરેક પ્રકારના હાર્ટ પ્રોબ્લેમ થી બચાવે છે. આ ઉપરાંત તે શરીરનું બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે. જેને કારણે તમને હાર્ટ એટેકનો ખતરો ટળી જાય છે. આથી જ હદયની બીમારીથી પીડાતા લોકો માટે અંજીર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
3. અંજીરમાં રહેલું પૉટેશિયમ તમારા શરીરમાં સુગરનું લેવલ કંટ્રોલમાં રાખે છે. અંજીરનું સેવન કરવાથી તમારા શરીરની અંદર ઈન્સ્યુલીન ઉત્પન્ન થાય છે. જે શરીરની અંદર ઉત્પન્ન થતી સુગરને શોષી લે છે. જેને કારણે તમારા શરીરમાં સુગરનું પ્રમાણ જળવાઈ રહે છે અને ડાયાબિટીસના દર્દીઓને સુગરની સમસ્યામાંથી રાહત મળે છે.
4. જો સતત સાત દિવસ સુધી એકધારા અંજીર ખાવામાં આવે તો તમારા શરીરમાં જામેલો જુનો કફ ઓગળીને નીકળી જાય છે. આથી તમે કફ ને લગતી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો. આ માટે રોજ રાત્રે સુતા પહેલા દૂધમાં બે અંજીર ઉમેરી તેને ઉકાળીને પીવો જોઈએ.
5. અંજીર ની અંદર ભરપૂર માત્રામાં ફાયબર રહેલું છે. જેથી ગર્ભવતી મહિલાઓ જો તેનું સેવન કરે તો તેના માટે તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કેમકે અંજીર ની અંદર રહેલું ફાયબર ગર્ભવતી મહિલાઓ અને તેના બાળકના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
6. અંજીર ની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. જે તમારા શરીરને કેલ્શિયમની ઉણપથી દૂર રાખે છે અને શરીરના હાડકાને મજબૂત કરે છે. નાના બાળકોને જો અંજીરવાળું દૂધ પીવડાવવામાં આવે તો તેના સર્વાંગી વિકાસ માટે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
7. અંજીરના નિયમિત સેવનથી શારીરિક નબળાઈ વાળા વ્યક્તિઓને ખૂબ જ ફાયદો થાય છે. આથી શારીરિક નબળાઈ ધરાવતા વ્યક્તિઓને જો દૂધ સાથે અંજીર ભેળવીને પિવડાવવામાં આવે તો તેનામાં નવી શક્તિનો સંચાર થાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.