આપણી આસપાસ અનેક વૃક્ષો એવા હોય છે. જે આપણને અનેક રીતે ઉપયોગી થાય છે. અને એવું જ એક વૃક્ષ છે ઉંબરો. આપણે દરેક લોકોએ આ વૃક્ષ નું નામ તો સાંભળ્યું જ હશે. પરંતુ આ વૃક્ષના ગુણ વિશે આપણે જાણતા નથી. નાના નાના ગોળ ફળ ધરાવતું વૃક્ષ છે, જેના ફળ કાચા લીલા રંગના અને પાકી ગયા બાદ લાલ રંગના થઈ જાય છે. તથા આ ઝાડની દરેક અંગમાંથી તોડતાં તેમાંથી દૂધ નીકળી ઊઠે છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે, આ ઉંબરો આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ ઉંબરાના કેટલાક ઔષધીય ગુણ.
ઘણી જગ્યાએ ઉમરાના ફળમાંથી શાક બનાવવામાં આવે છે. આ ઉપરાંત ઉંબરાના ઝાડની ડાળીઓ ખૂબ જ મજબૂત હોય છે. જેથી તેનો લાકડીઓ બનાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ઉંબરોઉમરોને સંસ્કૃત મા ઉદુમ્બર, હિન્દીમાં ગુલોર પણ કહેવામાં આવે છે. આ ઝાડ પર થતા ફળ એકદમ લાલ કલરના બની જાય છે. આ ઉપરાંત એકદમ પોચા હોય છે કે જેથી દબાવતાની સાથે જ તે તૂટી જાય છે. અને તેની અંદર થી નાના નાના બીજ નીકળે છે તેનું ફળ જોતા અંજીર જેવું જ લાગે છે. પરંતુ તેના મૂળમાંથી દૂધ નીકળે છે.
ઉંબરા ના આયુર્વેદિક ફાયદા
ઉમરાના નિયમિત સેવનથી શરીરની અંદર રહેલ પિત્ત અને કફની પ્રકૃતિ દૂર થાય છે. તથા પીત્ત ના કારણે થયેલો વિકાર પણ દૂર થાય છે. જેને કારણે જઠરાગ્નિ મંદ બની જાય છે. જેને કારણે જો કોઈ વ્યક્તિને એસિડિટીની સમસ્યા હોય તો તે દૂર થાય છે. આ ઉપરાંત કફ પ્રકૃતિવાળા લોકોને પણ મુક્તિ મળે છે. જેને કારણે શરદીના કોઠાવાળી વ્યક્તિઓ માટે ખૂબ જ ફાયદો થાય છે.
દાત ને લગતી સમસ્યા દૂર કરવા માટે ઉંબરાના બેથી ત્રણ ફળને પાણીની અંદર ઉકાળી ત્યારબાદ આ પાણીના કોગળા કરવામાં આવે તો દાંત અને મોં ને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય. તથા તમારા દાંત એકદમ સફેદ અને મજબૂત બની જાય છે.
ઉંબરો ખાવાના કારણે પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે. આ ઉપરાંત તમારી પાચનશક્તિ પણ મજબુત બને છે. જેને કારણે તમે જમેલો ખોરાક ખૂબ આસાનીથી પચી જાય છે.
ડાયાબિટીસના રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો આ ઉંબરાના ફળને પાણી સાથે ઉકાળીને પીવામાં આવે તો થોડા દિવસોની અંદર ડાયાબિટીસના રોગીઓને સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આ પાણી શરીરની અંદર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. જે શરીરની અંદર રહેલી સુગર કંટ્રોલ કરે છે જેને કારણે ડાયાબિટીશ ઓછી થાય છે.
આમ આ ઔષધીય ગુણો ધરાવતો ઉંબરો આપણને અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…