અનેક ગંભીર બીમારીઓનો ઈલાજ છે મકાઈના ડોડા, જાણો કઈ રીતે.

આજે માર્કેટમાં અમેરિકન મકાઈ ના નામે થી બારેમાસ મકાઈના ડોડા મળતા રહે છે અને લોકો ગમે ત્યારે આ મકાઈના ડોડા શેકીને કે બાફીને ખાવા નો લુંફત ઉઠાવી શકે છે. પરંતુ મકાઈના ડોડા ખાવા માટે સૌથી યોગ્ય ઋતુ હોય તો તે છે ચોમાસાની ઋતુ. કેમકે આ ઋતુની અંદર વરસતા ઝરમર વરસાદ ની અંદર શેકેલા મકાઈના ડોડા ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. આ સીઝનમાં દરેક લોકો મકાઈના ડોડા બાફીને કે શેકીને ખાતા જ હોય છે. આ ઉપરાંત તેની અંદર અનેક જાતના મસાલા ભેળવીને તેનો સ્વાદ બમણો કરી દે છે.

મકાઈ ખાવાના કારણે આપણા શરીરને આ રીતે અનેક ઉપયોગી તત્વ, વિટામિન અને પોષણ મળી રહે છે. મકાઈના દાણા માં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. જે તમારા ચહેરા પર પડતી કરચલીઓને દૂર કરે છે અને આથી જ વધતી જતી ઉંમર ના લક્ષણો અને તે દૂર કરે છે. આ ઉપરાંત મકાન ની અંદર રહેલા કેન્સરના કોષોને વધતા અટકાવે છે અને આથી જ તમે કેન્સરના રોગમાંથી પણ રાહત મેળવી શકો છો.

મકાનની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે તમારા દાંતને એકદમ મજબૂત કરે છે. આ ઉપરાંત મોં ને લગતી અનેક સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે. મકાઈના દાણા ની અંદર રહેલા વિટામીન તમારા વાળ સંબંધી સમસ્યાઓમાં રાહત અપાવે છે. આ ઉપરાંત ખરતા વાળને પણ અટકાવે છે.

મકાઈના ડોડા માં રહેલ કેલ્શિયમ તમારા હાડકા મજબૂત કરે છે. આથી જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો તમને સાંધાની કોઈપણ તકલીફથી રાહત મળે છે. આ ઉપરાંત તમારા હાડકા મજબૂત બને છે. જેથી લોકોને કરતરની બીમારી હોય તો તે પણ દૂર થાય છે. મકાઈના દાણા માં રહેલ enzyme તમારા મોં ની અંદર લાળ રસ ઉત્પન્ન કરે છે. આ લાળ રસ તમારા ભોજનની સાથે ભળવાથી તમારું ભોજન સારી રીતે પચી જાય છે. આથી મકાઈના દાણા નું સેવન કરવાથી તમને પેટને લગતી સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *