અમુક સરળ પણ ઉપયોગી ટિપ્સ જે બમણો કરી દેશે તમારા શાકનો સ્વાદ

આપણે ત્યાં વિવિધ પ્રકારના શાક તથા વ્યંજનો દરરોજ બનતા હોય છે જો આપણા રોજના ખાવાની વાત કરીએ તો આપણે દરરોજ ને માટે રોટલી અને શાક ખાવાનું વધુ પસંદ કરતા હોઈએ છીએ મોટે ભાગના લોકો દરરોજ નવા નવા શાક ખાવાના શોખીન હોય છે અને તેમાં પણ જો ચટપટા શાક મળી જાય તો લોકોને કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી

જ્યારે આપણે અલગ-અલગ જગ્યાએ એક જ પ્રકારનું શાક ખાતા હોઈએ ત્યારે પણ આપણે જોઇ શકીએ છીએ કે દરેક લોકોના હાથમાં એ શાક બનાવવાની કંઈક અલગ કલા હોય છે કેમકે એક જ શાક જો અલગ અલગ વ્યક્તિ બનાવે તો પણ તેના સ્વાદમાં ફેર પડી જાય છે ઘણા લોકો 7 એકદમ સ્વાદિષ્ટ અને લિજ્જતદાર બનાવતા હોય છે જ્યારે અમુક લોકો એ જ શાક એટલું બધું સ્વાદિષ્ટ બનાવી શકતા નથી

પરંતુ જો શાક બનાવતી વખતે આ પ્રકારની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તમારા દ્વારા બનતું શાક પણ એકદમ સ્વાદિષ્ટ બની જાય છે તમે જ્યારે પણ શાક બનાવો ત્યારે હંમેશાં એ માટે આ સરળ ટિપ્સ અને ધ્યાન રાખવું જેથી કરીને તમારા દ્વારા બનાવવામાં આવતું સાદુ શાક પણ એકદમ લિજ્જતદાર બની જશે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવી સરળ ટિપ્સ છે જેનો ઉપયોગ કરીને તમે પણ તમારા શાકનો સ્વાદ બે ગણો કરી શકો છો

1. જો શાક બનાવતી વખતે તેમાં વધુ માત્રામાં મીઠું પડી ગયું હોય તો તે શાકમાં કાચા બટેટાની બેથી ત્રણ સ્લાઈસ ઉમેરી દો જેથી કરીને તેની અંદર રહેલી બધી જ ખારાસ દૂર થઈ જશે

 

2. કારેલાને આખી રાત દહીંમાં પલાળી રાખ્યા બાદ બીજે દિવસે તેનું શાક કરવાથી કારેલાની કડવાશ દૂર થઈ જાય છે

3. રીંગણા ની અંદર વચ્ચે કાપા કર્યા બાદ તેને તળવાથી તે એકદમ ઝડપથી પાકી જશે તથા શાકમાં રહેલો રસો અને મસાલા પણ              તેમાં વધુ સારી રીતે ભળી જશે

 

4. બટેટાનું શાક બનાવતી વખતે જો તેમાં 2 થી 3 દાણા એલચી ના ઉમેરી દેવામાં આવે તો બટેટા ના શાકનો સ્વાદ કંઈક અલગ               જ  થઈ જશે

 

5. જો શાકનો રસો એકદમ પાણી જેવો અને ઢીલો થઈ ગયો હોય તો તેની અંદર ટોસ નો ભૂકો ઉમેરી દેવાથી તે એકદમ ઘટ્ટ થઇ જશે

6. ફ્લાવરના શાકમાં એક ચમચી જેટલું દૂધ અથવા તો વિનેગાર કરવાથી ફ્લાવર ના શાક નો રંગ બદલાતું નથી

 

7. ભીંડાના શાકમાં રહેલી ચીકાશ દૂર કરવા માટે જો તેમાં અંદાજે એક ચમચી જેટલું દહીં નાખી દેવામાં આવે તો તેની બધી જ                    ચીકાશ દૂર થઈ જાય છે

8. વઘાર કરતી વખતે તેલમાં પહેલા હળદર ઉમેરવામાં આવે તો તેલ બધી બાજુ ઊડતું નથી

 

9. પંજાબી શાક ની ગ્રેવી એકદમ ઘટ્ટ બનાવવા માટે તેની અંદર નાળીયેરનો ભૂકો ઉમેરી શકાય

10. કોઈપણ પાંદડાંવાળી ભાજી બનાવતી વખતે તેમાં એક ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી દેવાથી એ શાક એકદમ ફટાફટ                  બની જાય છે તથા તેનો રંગ પણ જળવાઈ રહે છે

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *