અનેક લોકો પોતાના ઘર-પરિવાર માટે કામ કરતા હોય છે, પોતાના સંતાનો માટે કામ કરતા હોય છે પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે કે જે પોતાના દેશ માટે પણ કામ કરતા હોય છે. આજના સમયમાં આવા લોકો ઘણા ઓછા જોવા મળે છે. મોટાભાગના લોકો વિદેશમાં જઈ અને અઢળક રૂપિયા કમાવવાની લાલસામાં હોય છે.
તેની સામે અમુક લોકો એવા પણ હોય છે કે જે કોઈના કોઈ રીતે પોતાના દેશની મદદ કરવા માટે હંમેશા ને માટે તત્પર હોય છે. આજે અમે એવી જ એક છોકરીની વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સનીના સમીના. બેંગ્લોર માં આવેલી આઇઆઇએમમાં પોતાની કોલેજ કરી રહી હતી. અને ત્યારબાદ તે પોતાની આગળની કારકિર્દી માટે અમેરિકા જતી રહી.
અમેરિકામાં થોડા દિવસો સુધી નોકરી કર્યા બાદ સમીના ને અંદરથી દેશ પ્રેમ જાગી ઉઠ્યો. અને તેણે પોતાના મનમાં વિચાર કરી લીધો કે તે ભારત દેશમાં આવી અને ભારત દેશના લોકોની સેવા કરશે. અને આથી સમયના વર્ષ 2012માં અમેરિકામાં પોતાની નોકરી છોડીને ભારત દેશ પરત આવી ગઈ.
જ્યારે સમીના ના ઘરવાળાઓને આ વાતની ખબર પડી ત્યારે તે પણ ખૂબ હેરાન થઈ ગયા. પરંતુ આ છોકરીએ મનમાં વિચાર કરી લીધો હતો. કે તે પોતાના દેશ માટે કંઈક ને કંઈક કરીને જ રહેશે અને આ માટે તે લખનઉમાં એક મકાન ભાડે રાખી અને ત્યાં રહેવા લાગી અને પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધું.
એક દિવસ ઉત્તરપ્રદેશમાં સમીના ની મુલાકાત વિનોદ યાદવ સાથે થઈ વિનોદ યાદવ ને શિક્ષા સ્વાસ્થ્ય અને કૃષિક્ષેત્રની ખૂબ જ સારી એવી જાણકારી હતી. અને આથી જ તેને તેની પાસેથી ઘણી મદદ મળી અને સમીના એ વિનોદ ની સાથે મળીને ભારત અભ્યુદય ફાઉન્ડેશન ની શરૂઆત કરી અને આ ફાઉન્ડેશન ની અંદર તેણે ગરીબ ઘરના 60 બાળકોને ભણાવવાનું શરૂ કર્યું.
સમીના ની પૂરતી મહેનતના કારણે એવું પરિણામ મળ્યું કે માત્ર વીસ જ મહિનાની અંદર ઉત્તર પ્રદેશના બાવન જિલ્લામાંથી અંદાજે ૨૫ હજાર જેટલા ગરીબ બાળકો પ્રાઇવેટ સ્કુલ ઓં ની અંદર ભણવા લાગ્યા. અને આ વાત મોટી સ્કૂલના માલિકોને પસંદ ન આવી જેથી કરીને તેણે આ વાતનો પુરજોશથી વિરોધ કર્યો અને સુપ્રીમ કોર્ટમાં કેસ પણ કર્યો.
પરંતુ ત્રણ વર્ષના અંતે સમીના ને જીત મળી અને આથી જ જે જગ્યા પર માત્ર એકસો ને આઠ બાળકોને એડમિશન મળ્યું હતું. તે જ જગ્યા પર વર્ષ 2015માં સમીના ની કઠોર મહેનત ના કારણે 5500 ગરીબ બાળકોને એડમિશન મળી ગયું. અને હજી તે આ ભગીરથ કાર્યમાં જોડાઈ રહેલી છે અને આજે પણ હજારો ગરીબ ઘરના બાળકોને તે પ્રાઈવેટ સ્કુલ ની સારી એવી ભણતર અને સુવિધાઓ પ્રદાન કરાવી રહી છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.