આજે દરેક લોકો એવુ ઈચ્છે છે કે, તેના વાળ પણ એકદમ સિલ્કી અને ચમકીલા હોય. પરંતુ આપણામાંથી ઘણા લોકોના વાળ એવા હોય છે કે, તે સુકાતા ની સાથે જ એકદમ રફ અને ડ્રાય થઈ જાય છે. જ્યારે તે વાળ ભીના હોય છે ત્યારે તો એકદમ ચમકીલા અને મસ્ત લાગે છે. પરંતુ જેવા જ તે સુકાય છે કે, તરત જ તે ચકલીના માળા જેવા થઇ જાય છે. લોકો પોતાના વાળને સિલ્કી બનાવવા માટે જાતજાતના મોંઘા શેમ્પૂનો ઉપયોગ કરે છે છતાં પણ તેને જોઇતું રીઝલ્ટ મળતું નથી.
પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવું દેશી ઉપાય કે જે, કરવાથી તમે પણ તમારા આ ડ્રાઈ વાળ ને બનાવી શકશો માત્ર વીસ જ મિનિટની અંદર એકદમ ચમકીલા અને રેશમી. તો ચાલો જાણીએ કઈ રીતે બનાવશો આ ચમત્કારી પેસ્ટ કે જે લગ આવતાની સાથે જ તમારા વાળ થઈ જશે એકદમ સિલ્કી.
એલોવીરા વિશે અને તેના ગુણ વિશે તો આપણે દરેક લોકો જાણીએ જ છીએ. અને આપણામાંથી ઘણા લોકો એલોવેરા જેલનો ઉપયોગ વાળને મુલાયમ બનાવવા માટે કરતા હશે. પરંતુ જો આ જ એલોવેરા જેલ ની અંદર તમે બીજી અમુક વસ્તુઓ ભેળવી દો તો આ એલોવેરા જેલ બની જશે એક ઉત્તમ ઔષધ. કે જે, બનાવી દેશે તમારા વાળને એક દમ મુલાયમ.
આ માટે તમારે 1 વાટકી જેટલા એલોવેરા જેલ ની અંદર અંદાજે બે થી ત્રણ ચમચી જેટલું એરંડા નું ઓઈલ ઉમેરવાનું થશે. 1 વાટકી જેટલા એલોવેરા જેલ ની અંદર આ એરંડાનું તેલ ઉમેરીને આ મિશ્રણને બરાબર હલાવી લો. ત્યારબાદ આ મિશ્રણને તમારા વાળની અંદર લગાવી લો. ખાસ ધ્યાન રાખવું કે, તમારા વાળની અંદર તેલ લગાવેલ ના હોવું જોઇએ. જો તે લગાવેલ હોય તો સૌથી પહેલા તમારા માથાને બરાબર ધોઈ તેલ કાઢી લો અને ત્યાર બાદ વાળમાં આ પેસ્ટ લગાવવી.
આ પેસ્ટ તમારા વાળમાં લગાવ્યા બાદ અંદાજે અડધો કલાક સુધી તેને આ વાળમાં રહેવા દો. ત્યારબાદ તમે તમારા વાળને સાદા પાણીથી ધોઈ લો. અહીં ખાસ ધ્યાન રાખવું કે, તમારા વાળને ધોવા માટે શેમ્પૂનો ઉપયોગ ન કરવો. કેમકે, જો શેમ્પૂનો ઉપયોગ કરવામાં આવશે તો એલોવેરા જેલનો આ ગુણ જતો રહેશે. હવે એલોવેરા જેલની આ પેસ્ટને દર એકકાતરા તમારા વાળની અંદર લગાવો.
આમ કરવાથી માત્ર થોડા જ દિવસો ની અંદર તમારા વાળ પણ એકદમ ચમકદાર અને સિલ્કી બની જશે. કેમ કે, એલોવેરા જેલ ની અંદર રહેલાં પોષક તત્વો તમારા વાળ ની ડ્રાયનેસ ને દૂર કરે છે. અને સાથે સાથે તેને હાઇડ્રેટ રાખે છે. આ ઉપરાંત એરંડાનું તેલ તમારા વાળને મુલાયમ બનાવવા પૂરી રીતે ઉપયોગી છે. આ ઉપરાંત તેની અંદર રહેલ વિટામિન અને મિનરલ્સ તમારા ખરતા વાળની સમસ્યાને પણ અટકાવે છે.
આમ જો એલોવેરા જેલથી સાથે એરંડા નુ તેલ ભેળવીને તમારા વાળની અંદર લગાવવામાં આવે તો તમારા વાળ પણ બની જશે એકદમ મુલાયમ અને ચમકદાર. અને એ પણ માત્ર થોડા જ દિવસો ની અંદર તો આજે જ કરો આ ઉપાય અને પછી જુઓ કમાલ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.