આજે મોટાભાગના સિરિયલના કલાકારો પોતાનું કેરિયર બનાવવા માટે મોટા પડદા તરફ પ્રયાણ કરતા હોય છે. સિરિયલની અંદર કામ કરતી અનેક અદાઓ એવી છે કે જે કાયમી માટે પિક્ચર ની અંદર કામ કરવા માટેની તક ગોતતી હોય છે. સીરીયલ ની અંદર કામ કરતી એવી જ એક અભિનેત્રી મોની રોય પણ હાલમાં જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અંદર પોતાનો પગપેસારો કર્યો છે.
તાજેતરમાં જ મોની રોય અમુક પિક્ચરો ની અંદર જોવા મળી છે અને તાજેતરમાં જ મોની રોય અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મની અંદર કામ કરી રહી છે. જ્યારે પત્રકારો દ્વારા તેનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો ત્યારે મોની રોઈ ને એવું પૂછવામાં આવ્યું કે ગોલ્ડ ફિલ્મની અંદર કામ કરવા માટે શું તૈયારીઓ કરવી પડી ત્યારે તેના જવાબમાં મોનીરોય કંઈક એવું કહ્યું કે જે જાણીને તમે પણ રહી જશો દંગ.
મોની રોય પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગોલ્ડ ફિલ્મની અંદર તેના સિલેક્ટ થવા પાછળનું કારણ કોઈપણ જાતની લાગવગ નથી પરંતુ તે આ ફિલ્મની અંદર ઓડિશન આપીને સિલેક્ટ થઇ હતી. આ અભિનેત્રીએ બતાવ્યું કે જ્યારે તેને ખબર પડી કે ગોલ્ડ ફિલ્મની અંદર અભિનેત્રી માટેનું ઓડિશન ચાલી રહ્યું છે ત્યારે બીજી સામાન્ય છોકરીઓની જેમ તે પણ ઓડિશાની લાઇનમાં ઊભી રહી ગઇ હતી.
આ ફિલ્મ માટે ઓડિશન લીધા બાદ બે દિવસ પછી મોની રોઈ ને કોલ આવ્યો કે તે ગોલ્ડ ફિલ્મ માટે સિલેક્ટ થઈ ગઈ છે અને ત્યારે તેને જાણવા મળ્યું કે મોની રોઈ ને આ ફિલ્મની અંદર અક્ષય કુમારની પત્નીનો રોલ ભજવવાનો છે. આ જાણીને મોનીરોય ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને તેણે જણાવ્યું કે આ તેના માટે એક સ્વપ્ન બરાબર છે કે તે અક્ષય કુમાર સાથે કામ કરી રહી છે.
અમે આપને જણાવી દઈએ કે અક્ષય કુમારની આ ગોલ્ડ ફિલ્મ હોકી ની રમત ઉપર આધારિત છે. જે ભારત દેશની અંદર 15 ઓગષ્ટના રોજ રીલીઝ થવાની છે. ભારત દેશે જ્યારે પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેના માટે ભારત દેશ દ્વારા કરવામાં આવેલા સંઘર્ષ પર બનેલી આ ફિલ્મ નક્કી દર્શકો ને ખૂબ જ ગમશે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.