મોટે ભાગે ચોમાસામાં લોકો દરરોજ કૈક ને કૈક અલગ અલગ વસ્તુઓ ખાવા માંગતા હોય છે પરંતુ જો તમે પણ એ દુવિધામાં હોવ કે તમે દરરોજ શું નવું નવું શાક બનાવો તો તમારે ચિંતા કરવાની જરુરુ નાથ્હી કેમ કે આંજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એકદમ નવીન શાક ની રેસીપી અને એ છે ડુંગળીનું શાક તો ચાલો જાણીએ તેની રેસીપી
સામગ્રી
- ૫૦૦ ગ્રામ એક સરખી સાઈજ ની ડુંગળી
- ૩ ટામેટા ની ગ્રેવી
- એક પેકેટ ચેવડો
- એક ચમચી લીંબુ નો રસ
- ૧ ચમચી માંડવીનો ભૂકો
- જીણી સમારેલ ધાનાભાજી
- ૨ ચમચી આડું ની પેસ્ટ
- અડધી ચમચી લાલ મરચું પાઉડર, હળદર, ગરમ મસાલો
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબનું તેલ
બનાવવાની રીત
સૌ પ્રથમ એક પેન માં થોડું તેલ ગરમ કરી તેમાં બધી જ ડુંગળીને થોડી ફ્રાય કરી લો અને તેને ઠંડી થવા માટે મૂકી દો.હવે એક બીજી કડીની અંદર થોડું તેલ ગરમ કરવા મૂકી તેની અંદર આદુ,લસણ અને ડુંગળીની પેસ્ટ ઉમેરી દો અને જયારે તે આછા બ્રાઉન રંગની થઇ જાય ત્યાર બાદ તેની અંદર તમેતાની પ્યુરી ઉમેરી દો.
જ્યારે ટામેટા બરાબર પાકી જાય ત્યાર બાદ તેની અંદર મગફળી નો ભૂકો અને ચેવડાનો ભૂકો ઉમેરી બરાબર પાકવા દો અને જયારે તે પાકી જય ત્યાર બાદ તેમાં એક કપ જેટલું પાણી ઉમેરો. ત્યાર બાદ તેમાં બધાજ મસાલા અને લીંબુનો રક્સ ઉમેરી બરાબર હલાવી લો
હવે તેની અંદર અગવથી ફ્રાય કરેલ ડુંગળી ને ઉમેરી ડો અને બરાબર હલાવી લઇ અંદાજે ૧૦ મિનીટ સુધી પાકવા દો અને જયારે ડુંગળી બરાબર પાકી જય ત્યાર બાદ ગેસ બંદ કરી દો બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ આખી ડુંગળી નું શાક.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.