થોડા સમય પહેલા ઐશ્વર્યા અને તેની દીકરી આરાધ્યાના મુંબઈ થી મેંગલોર જતા સમયના થોડા ફોટા પાડવામાં આવ્યા હતા. એ ફોટામાં આરાધ્યા પોતાની માને પ્રેમથી ભેટતી જોવા મળી. સાથે જ આરાધ્યાએ મીડિયાના કેમેરાઓને પણ ખાસ સ્મિત આપ્યું. આ બધામાં ખાસ વાત હતી કે ઐશ્વર્યાના મોબાઈલના કવરની જેના પર કાંઈ ખાસ લખવામાં આવ્યું હતું.
પોતાના વ્યક્તિત્વ અનુસાર ઐશ્વર્યાએ પોતાના મોબાઈલનું કવર રાખ્યું છે અને તેના પર તેમણે ‘ARB’ લખ્યું છે જેનો મતલબ ઐશ્વર્યા રાય બચ્ચન થાય છે. પણ ઈચ્છે તો ઐશ્વર્યા ‘AB’ પણ રાખી શકતી હતી અથવા તો AAA પણ રાખી શકતી હતી જેનો મતલબ ઐશ્વર્યા આરાધ્યા અને અભિષેક થાય છે.
આજકાલ સેલેબ્સમાં આ પ્રકારનું ચલણ છે. આ પહેલા કરીના કપૂર ખાનએ પણ પોતાના ફોનના કવર પર ‘વર્કિંગ ફ્રોમ નાઈન ટુ વાઈન’ લખાવ્યું હતું. જે તેમની વર્કોહોલિક જીવનશૈલી દર્શાવે છે. આ સિવાય રાની પણ આદિરાના જન્મ પછી તેના નામનું પેન્ડન્ટ પોતાના ગળામાં પહેર્યું હતું. હવે આ પ્રમાણે ઐશ્વર્યાના દિલની સૌથી નજીક કોણ છે એ તમે સમજી જ ગયા હશો.
ઐશ્વર્યાએ પોતાના લગ્ન સમયે ફિલ્મોથી થોડા સમય માટે બ્રેક લીધો હતો અને હવે ફરીથી ફિલ્મોમાં કામ કરવાનું શરુ કરી દીધું છે. જ્યાં સુધી ઐશ્વર્યાના કામની વાત છે તો ઐશ્વર્યા અંતિમ વખત ફિલ્મ ઐ દિલ હય મુશ્કિલમાં રણબીર કપૂર સાથે જોવા મળી હતી. ખબર અનુસાર ઐશ્વર્યા પોતાના પતિ અભિષેક સાથે ફિલ્મ ગુલાબ જામુનમાં રોમાન્સ કરતી જોવા મળી શકે છે. જોકે લગ્ન પછી ઐશ્વર્યા કાંઈ ખાસ નથી કરી શકતી પણ પૂરો કિસ્સો હજી બાકી છે.
મિત્રો, જો આપ આ માહિતી પ્રથમ વખત જ વાંચતા હો અને એશ્વર્યા ના ફેન હોવ તો અચૂક શેર કરજો…!!!!
લેખન – સંકલન : દીપેન પટેલ