આજના સમયમાં લગભગ દરેક મોડન કારની અંદર એરબેગની ફેસિલિટી આપવામાં આવે છે. મોટાભાગના લોકો પોતાની સુરક્ષા માટે આવી એર બેગ પોતાની કારમાં ફિટ કરાવતા જ હોય છે અને આવી એરબેગ વાળી કાર ખરીદવાનું પસંદ કરતાં હોય છે. પરંતુ જ્યારે તમે એર બેગ વાડી કાર ખરીદો છો ત્યારે તમારે આવી અમુક વસ્તુઓ નું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જેથી કરીને તમે ભવિષ્યમાં ક્યારેય મુશ્કેલીમાં મુકાઇ શકો.
ગાડીમાં ક્યારે ગાર્ડ ન લગાવો
સામાન્ય રીતે એરબેગની ટેકનોલોજી સેન્સર પર કામ કરતી હોય છે. જ્યારે તમારી ગાડી કોઈપણ જગ્યાએ ટકરાય છે ત્યારે તેના સેન્સર તરત જ એક્ટિવેટ થાય છે અને તેના કારણે જ આ એરબેગ ખુલતી હોય છે. પરંતુ જો તમે ગાડીની આગળ આવી કોઈ સેફટી ની વસ્તુ રાખી દો તો તમારી ગાડી ટકરાવા છતાં પણ આ એર બેગ ના સેન્સર યોગ્ય રીતે કાર્ય કરતા નથી અને તમારી એરબેગ યોગ્ય સમયે ખુલી શકતી નથી.
ડેશબોર્ડ પર પગ ના રાખવા
ઘણા લોકોને એવી ટેવ હોય છે કે ચાલુ ગાડી દરમિયાન તેઓ પોતાના પગ ડેશબોર્ડ પર રાખીને આરામ કરતા હોય છે. પરંતુ જ્યારે ડેશબોર્ડમાં નાની એવી ટક્કર થાય છે ત્યારે પણ આ એર બેગ ખુલી જાય છે અને ત્યાં પગ રાખીને બેઠેલા વ્યક્તિને ઇજા થવાની શક્યતા વધી જાય છે.
સ્ટેરીંગ ની એકદમ નજીક ના બેસવું
ડ્રાઇવર તરફની એરબેગ હમેશા તેના સ્ટેરીંગ વીલની બાજુ જ લગાવેલી હોય છે. જો લોકો સ્ટેરીંગ વીલની એકદમ નજીક બેઠા હોય તો એકસીડન્ટ સમયે આના કારણે ડ્રાઈવરને ઇજા થવાની શક્યતા વધી જાય છે.
સીટ બેલ્ટ બાંધવો
જ્યારે તમે કાર ડ્રાઇવિંગ કરી રહ્યા હોય ત્યારે હંમેશાં એ માટે તમારો સીટ બેલ્ટ બાંધીને રાખવો. કેમકે ગાડીની અંદર સેફ્ટી માટે રાખવામાં આવેલા આ એરબેગને હંમેશાં એ માટે સીટ બેલ્ટ સાથે જ ટેસ્ટ કરવામાં આવે છે. આથી જ જો તમે સીટ બેલ્ટ બાંધ્યો ન હોય તો તમને એરબેગથી પુરતો બચાવ મળતો નથી.
સીટ કવર ન લગાવો
ઘણી આધુનિક કારની અંદર તેની સીટ માં પણ એર બેગ આપેલા હોય છે આથી જો આ સીટ પર લગાવવામાં આવેલ હોય તો એ એર બેગ કવરને તોડીને બહાર આવી શકતા નથી અને તમને યોગ્ય બચાવ મળી શકતો નથી.
ડેશબોર્ડ પર બીજી કોઈ વસ્તુ ન રાખવી
સામાન્ય રીતે લોકોને ટેવ હોય છે કે પોતાના ડેશબોર્ડ પર કોઈ ને કોઈ વસ્તુ રાખેલી હોય છે પરંતુ તે ખૂબ ખોટી વસ્તુ છે સામાન્ય રીતે એક્સિડન્ટના સમયે આ એરબેગ તમારા ડેશબોર્ડ અને તોડીને ખૂબ જ ઝડપથી બહાર નીકળતી હોય છે આવા સમયે આવી વસ્તુઓ ઉછળીને તમારા મોં પર અથવા તો બીજી કોઈ જગ્યાએ લાગવાની શક્યતા વધી જાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.