અડદની દાળમાં ફુદીનાનો વઘાર આ રીતે બનાવો, તો આંગળા ચાટતા રહી જશો..

આપણા દેશમાં અડદની દાળને વિપુલ માત્રામાં ખાવામાં આવે છે. ભારતમાં દરેક રાજ્યોમાં અલગ-અલગ રીતે અડદની દાળનું સેવન કરવામાં આવે છે. ઘણી જગ્યાએ ખાલી અડદની દાળ બનાવવામાં આવે છે તો ઘણી જગ્યાએ અડદની દાળની કઢી પણ બનાવવામાં આવે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ અડદની દાળમાંથી બનતી એકદમ નવી વેરાઈટી કે જે  વાંચતા જ તમારા મોંમાં પાણી આવી જશે.

સામગ્રી

 •  250 ગ્રામ અડદની દાળ
 •  એક જીણી સમારેલી ડુંગળી
 •  ટમેટા
 •  એક ચમચી ફુદીનાના પાન
 •  જે સમારેલી ધાણા ભાજી
 •  ૨ થી ૩ લીલા મરચા
 •  એક ચપટી હિંગ
 • એક મોટી ચમચી જીરું
 •   સ્વાદાનુસાર મીઠું
 •  અડધી ચમચી હળદર
 •  ૨ થી ૩ ચમચી ઘી
 •  ૩ મોટા ચમચા માખણ

 બનાવવાની રીત

સૌ પ્રથમ અડદની દાળને પાણીમાં બરાબર સાફ કરી લો. અને ત્યારબાદ એક પેન ગેસ પર મૂકી તેની અંદર થોડું પાણી ઉમેરી અને તેમાં થોડી હળદર ઉમેરી અડદની દાળને બાફી લો.

કૂકરની અંદાજે ત્રણ સીટી વાગી જાય ત્યારબાદ અડદની દાળ પાકી ગઈ હશે. આથી અડદની દાળને કૂકરમાંથી બહાર કાઢી લઈ તેને ઠંડી થવા માટે રાખી દો.

ત્યારબાદ એક કડાઈમાં દેશી ઘી ઉમેરી તેમાં થોડું તેલ પણ ઉમેરો અને તેને બરાબર ગરમ કરો. જ્યારે તે બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક ચપટી જેટલી હિંગ અને જીરું ઉમેરી બરાબર વઘાર કરો.

ત્યારબાદ તેની અંદર ઝીણી સમારેલ ડુંગળી, લીલા મરચા અને ટામેટા ઉમેરી બરાબર પાકવા દો.

ત્યારબાદ તેની અંદર  ફુદીનાના પાન ઉમેરી બરાબર હલાવી લો. ત્યારબાદ તેની અંદર અગાઉથી બાફેલી દાળ ઉમેરી બરાબર પાકવા દો.

જ્યારે દાળ બરાબર ફ્રાય થઈ જાય ત્યારબાદ તેમાં ઉપરથી ધાણાજીરું પાઉડર અને ઝીણી સમારેલી ધાણા ભાજી ઉમેરી દો અને ગેસ બંધ કરી દો.

હવે દાળને એક સર્વિગ પ્લેટમાં કાઢી લઈ તેમાં ઉપરથી બટર ઉમેરી દો. અને ગરમાગરમ ભાત સાથે મજા લઈને ખાવ.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *