આજના સમયમાં બદલાતા જતા ખાણીપીણીના કારણે તથા વધુ પડતા તેલ વાળી વાનગીઓ ખાવાના કારણે લોકોને એસિડિટીની સમસ્યામાં વધારો થતો જાય છે ઘણા લોકો ખૂબ વધુ માત્રામાં ચા પીવે છે તેને વારેવારે ચા પીવાની ટેવ હોય છે પરંતુ ચા ની અંદર રહેલા અમુક દ્રવ્યો તમારા શરીરમાં એસિડ ઉત્પન્ન કરે છે જે આગળ જતા એસીડીટી નુ સ્વરુપ ધારણ કરે છે.
ઘણા લોકો ચા થી એટલા ટેવાયેલા હોય છે કે તેણે સવાર-સવારમાં ચા પીવી જ પડે છે ઘણા લોકોને બેડ ટી લેવાની પણ ટેવ હોય છે પરંતુ આ લોકો નથી જાણતા કે તે પરોક્ષ રીતે જ એસિડિટીને નિમંત્રણ આપે છે જો તમને પણ એસિડિટીની સમસ્યા હોય તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ઘરેલુ નુસખા કે જે કરવાથી તમને તુરંત જ એસિડિટીમાં રાહત મળશે.
1. જમ્યા બાદ છાશ પીવાથી તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં એસીડ ઉત્પન્ન થાય છે પરંતુ તેલવાળા ખોરાક ખાવાના કારણે જો શરીરમાં વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન થાય તો આ જ છાશ તેને દૂર કરવાની પણ કાર્ય કરે છે એ કુદરતી રીતે શરીરમાં ઠંડક આપતું એવું પીણું છે આથી એસીડીટી દરમિયાન જો થોડી છાશનું સેવન કરવામાં આવે તો તમને એસિડિટીમાંથી તાત્કાલિક રાહત મળે છે.
2. જો તમને પેટમાં વધુ માત્રામાં બળતરા થતી હોય અને એસિડીટીનો પ્રોબ્લેમ ખૂબ વધુ હોય તો તેને તાત્કાલિક દૂર કરવા માટે તમારે એક કપ જેટલું દૂધ પીવાની જરૂર છે એસીડીટી દરમિયાન એક કપ જેટલું દૂધ પીવાથી તે તમારા શરીરમાં ઉત્પન્ન થયેલા બધા જ એસિડ અને શાંત પાડી દે છે જેથી તમને એસિડિટીમાંથી તાત્કાલિક રાહત મળે છે.
3. જે લોકોને ચા પીવાની વધુ ટેવ હોય તેવા લોકો પોતાની ચામાં તુલસીના પાંચ પાન નાખીને ચા બનાવી આમ કરવાથી આ લોકોને ચા પીવાના કારણે એસિડિટીની સમસ્યા થતી નથી.
4. એસિડિટીમાંથી તાત્કાલિક રાહત મેળવવા માટે તમે લવિંગનો ઉપયોગ પણ કરી શકો છો આ માટે તમારે એસીડીટી દરમિયાન બે થી ત્રણ લવિંગ ચાવવાની જરૂર પડશે. આમ કરવાથી તમને તરત જ એસીડીટી માંથી રાહત મળે છે.
5. આદુ તમારા પાચનશક્તિને વધારનાર હોય છે આથી જમવાના અડધો કલાક પહેલા જો આદુનું સેવન કરવામાં આવે તો તે તમારા શરીરમાં એસિડનું પ્રમાણ ઘટાડી દે છે આ માટે આદુના નાના-નાના કટકા કરી તેમાં થોડું મીઠું અને લીંબુ મેળવી દેવા ત્યાર બાદ જમવાના અડધા કલાક પહેલા તેનું સેવન કરવું આમ કરવાથી તમને એસિડિટીમાંથી રાહત મળે છે.
6. ઘણા લોકોને જમી લીધા બાદ એસિડીટીનો પ્રોબ્લેમ થાય છે આવા લોકો માટે જે સૌથી કારગર ઉપાય છે આ માટે તેણે એક ચમચી જેટલું જીરૂ શેકીને તેનો પાઉડર બનાવી લેવો ત્યારબાદ જમ્યા બાદ તેને છાશમાં કે પાણીમાં ભેળવીને પી જવું આમ કરવાથી આવા લોકોને જમ્યા બાદ થતી ઍસિડિટીમાં રાહત મળે છે.
7. એસિડિટીમાંથી રાહત આપવા માટે પણ ખૂબ જ ઉપયોગી થાય છે આ માટે એસીડીટી દરમિયાન જો ગોળની એક ગાંગડી તમારા મોં મા રાખીને ચુસો માં આવે તો તે તમને એસિડિટીમાંથી તાત્કાલિક રાહત અપાવે છે પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ આ ઉપાય ન કરવો જોઈએ કેમ કે આમ કરવાથી તેની બ્લડ શુગરમાં વધારો થાય છે.
આ રીતે એસીડીટી ની બીમારીથી પીડાતા લોકો માટે આ ઉપાય ખૂબ જ કારગર સાબિત થાય છે
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.