બેભાન થયો અભિર, ફરી એકવાર અક્ષરા ના કારણે અભિમન્યુ-આરોહી ની સગાઇ ટળશે?

બેભાન થયો અભિર, ફરી એકવાર અક્ષરા ના કારણે અભિમન્યુ-આરોહી ની સગાઇ ટળશે?

ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના આગામી એપિસોડ્સ મજેદાર થવાના છે. એક તરફ કસૌલીમાં અભિનવ અને અક્ષરા વચ્ચે નિકટતા વધવા લાગશે. બીજી તરફ, અક્ષરાના કારણે આરોહી અને અભિમન્યુની સગાઈ ફરી એકવાર મોકૂફ રાખવામાં આવશે.

હા, આજે ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે અભિમન્યુ અભિર માટે ચિંતિત થવા લાગે છે. જો કે, તે અક્ષરા અને અભિનવને બોલાવવામાં અસમર્થ છે. ત્યારે અભિર નો વોઈસ નોટ આવે છે અને પછી…. આજે આવનારા એપિસોડની લેખિત અપડેટ જોઈ લઈએ….

એપિસોડની શરૂઆત અભિનવ અને અક્ષરાના ડિનર માટે બહાર જવાથી થાય છે. અભિનવ અક્ષરા અને અભિરને કાર પાસે છોડીને પિઝા ખરીદવા જાય છે. પિઝા અને આઈસ્ક્રીમ વિશે વિચારીને અભિર ખુશ છે. ત્યારે અક્ષરાના ફોન પર નીલમ માનો ફોન આવે છે.

અક્ષરા નીલમ મા સાથે વાત કરવા કારમાંથી દૂર જાય છે અને જ્યારે તે પાછી આવે છે ત્યારે તેને ખબર પડે છે કે અભિર કારમાં નથી. અભિનવ અને અક્ષરા ખુબ જ ગભરાઈ જાય છે બંને અભિરને શોધવા લાગે છે.આ દરમિયાન, અભિર ત્યાંથી જતો રહે છે અને અભિમન્યુ દ્વારા શીખવવામાં આવેલી કસરતો કરવાનું શરૂ કરે છે.

અભિનવ અક્ષરા માટે લડશે.

અક્ષરા અને અભિનવ અભિરનો ફોટો બધાને બતાવે છે અને તેના વિશે પૂછવા લાગે છે. પછી એક માણસ અક્ષરા સાથે ખરાબ વર્તન કરવા લાગે છે. તે કહે છે કે જ્યારે તમે બાળકને સંભાળી શકતા નથી તો પછી જન્મ કેમ આપો છો.?? એ વ્યક્તિની વાત સાંભળીને અભિનવ ગુસ્સે થઈ જાય છે. તે તેંનો કોલર પકડી લે છે…પછી અભિર આવે છે. બંને અભિરને જોઈને ભેટી પડે છે.

અભિર ફરી એકવાર બંનેને તેની સમસ્યા વિશે જણાવતો નથી. બીજી તરફ અભિમન્યુ, અભિર વિશે વિચારીને ચિંતિત થવા લાગે છે. જોકે, અભિર, અક્ષરા અને અભિનવ કસૌલીમાં સાથે પાર્ટી કરી રહ્યા છે. અક્ષરા, અભિનવને આટલો ખુશ જોઈને, તેને નજરથી બચાવવા માટે કાળો ટીકો પણ કરે છે.

આરોહીના નિર્ણયથી ગુસ્સે થશે કાયરાવ

ગોએન્કાના હાઉસની દરેક વ્યક્તિ આરોહી અને અભિમન્યુની સગાઈ વિશે વાત કરી રહી છે. ત્યારે બડી માઁ ને યાદ આવે છે કે કાયરવ હજી ઘરે આવ્યો નથી. કૈરવ જયારે ઘરે આવે ત્યારે તે કાયરવને ફોન કરવા ફોન ઉપાડે છે. બડે પાપા કાયરાવની બેગ પર એરપોર્ટ ટેગ જુએ છે. તે કાયરાવને પૂછે છે કે તે ક્યાં ગયો હતો? કાયરાવ કંઈ બોલે તે પહેલા મુસ્કાન બધાને જાણ કરે છે કે કાયરાવ કસૌલી ગયો હતો. જેનાથી બધા નારાજ થઈ જાય છે અને કાયરાવને પૂછવા લાગે છે કે તે કસૌલી કેમ ગયો? પરંતુ કાયરાવ અભિનવની ધરપકડ વિશે જણાવતો નથી.

તે કહે છે કે તે અક્ષરાન મિસ કરી રહ્યો હતો તેથી તેને મળવા કસૌલી ગયો હતો. દરેક વ્યક્તિ ખુશ થઈ જાય છે. આગળ બતાવવામાં આવ્યું છે કે બડે પાપા કાયરાવને આરોહી અને અભિમન્યુની સગાઈ વિશે માહિતી આપે છે. જોકે, કાયરાવ આરોહીના નિર્ણયથી ખુશ નથી. તે આખા પરિવારને સ્પષ્ટપણે કહે છે કે તે આરોહીની બરબાદીની ઉજવણી કરવા બિરલા હાઉસ નહીં જાય.

અભિર બેહોશ થઈ જશે..

આગામી એપિસોડના પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે અભિમન્યુ અભિર માટે ચિંતિત રહે છે. એટલામાં જ તેના ફોન પર અભિની વોઈસ નોટ આવે છે. તે અભિમન્યુને કહે છે કે કાલે તેની શાળામાં ફૂટબોલ મેચ છે. અભિર ફૂટબોલ મેચ જીતી જાય છે પરંતુ મેચ પછી તે બેહોશ થઈ જાય છે.અભિરને બેભાન જોઈને અક્ષરા જોર જોરથી રડવા લાગે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફરી એકવાર આરોહી અને અભિમન્યુની સગાઈ અભિની તબિયતના કારણે મુલતવી રાખવામાં આવશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *