ઈશ્વર આપણને આપણા સારા અને ખરાબ દરેક કર્મોનું ફળ અહીજ આપે છે, જાણો કેવી રીતે..

આપણી સાથે ક્યારેય પણ ખરાબ થાય છે ત્યારે આપણે દુખી થઈ જઈએ છીએ કે આવું કેમ થયું અને સામે વાળાએ આપણી સાથે આવું કેમ કર્યું. આપણને ખબર તો નથી પડતી પરંતુ આપણી સાથે ખરાબ કરવા વાળા વ્યક્તિ ને તેની ભૂલની સજા મળી જ જતી હોઈ છે. જો આપણે બીજા જોડે ખરાબ કરવાનું વિચારીએ તો આપણે પોતાની સાથે થવા વાળા સારા અવસરને ગુમાવી દઈએ છીએ.

એકવાર યમરાજ એક વ્યક્તિના પ્રાણ હરવા ધરતી પર આવ્યા. તેણે વિચાર્યું આના પ્રાણ લેવામાં થોડો ટાઈમ છે હજી તો આ વ્યક્તિની થોડી પરીક્ષા જ કરી લવ. જયારે તે વ્યક્તિની પાસે પહોચ્યા તો તે એને ઓળખી ના શક્યા. જો કે ઘરે આવેલા મહેમાનને એમ જ જવા નથી દેતા તેથી તેણે યમરાજને પાણી માટે પૂછ્યું. યમરાજ તેની મહેમાન નવાજી થી ખુશ થઈ ગયા. તેણે આ યુવકને જણાવ્યું કે હું યમરાજ છું. તમારો પ્રાણ લેવા આવ્યો છું પરંતુ તે મને પ્રસન્ન કરી દીધો.

યમરાજે આગળ એ વ્યક્તિને કહ્યું કે હું તને એક અવસર આપવા માંગુ છું. આ લે મારું પુસ્તક. હું તને અવસર આપું છું કે તું આ પુસ્તકમાં જે લખીશ એ સાચું થઈ જશે. તું ઈચ્છે તો આ મૃત્યુને ટાળી દે, તું ઈચ્છે તો ખુદને ધનવાન બનાવી લે. જે ઈચ્છે એ આમાં લખી લે અને તે થઈ જશે. આની અંદર તારા નામનું એક પાનું છે જેમાં જે પણ લખતો જઈશ એવું એવું થતું જશે. છતાં આ એક વાતનું ધ્યાન રાખજે કે તારી પાસે ટાઈમ ઘણો ઓછો છે. હવે આટલા ઓછા સમયમાં તારે તારું ભાગ્ય બદલવાનું છે.

યુવક ખુબ જ પ્રસન્ન થયો અને પુસ્તક હાથમાં લીધું. પાનું ખોલ્યું તો જોયું તેના દોસ્તાર વિશે લખ્યું હતું કે તેને ખજાનો મળવાનો છે. યુવકના મનમાં ઈર્ષ્યા ની ભાવના આવી ગઈ. એને લખી દીધું કે તેના દોસ્તને ખજાનો ના મળે. બીજા પાના પર લખ્યું હતું કે પડોસીને નોકરી મળવાની છે. તેનાથી ફરી સહન ના થયું અને એને લખી દીધું કે તે ઈન્ટરવ્યું માં ફેલ થઈ જાય. આ રીતે તે આજુબાજુ ના લોકો વિશે લખતો રહ્યો. જેવી રીતે એનું પાનું આવ્યું તો તે લખવા લાગ્યો ત્યારે જ સમય પૂરો થઈ ગયો.

યમરાજે તેની પાસેથી પુસ્તક લઈ લીધું અને કહ્યું તારો સમય પૂરો થઈ ગયો હવે તું મારી સાથે ચાલ. યુવક રડવા લાગ્યો અને કહ્યું કે મને થોડો હજુ ટાઈમ આપો. યમરાજે કહ્યું કે તારી પાસે પુરતો સમય હતો તું ઈચ્છતો તો ઘણું બધું બદલી શકતો હતો. પરંતુ તે એવું ના કર્યું. તું બીજાથી ઈર્ષા કરતો રહ્યો અને પોતાની બરબાદી કરી નાખી. આપણે ક્યારેય પણ બીજાનું ખરાબ કરવા માટે ક્યારેય ના વિચારવું જોઈએ. પોતાને વધુ સારું બનાવા માટે હંમેશા સારા પ્રયત્નો કરવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *