મોટાભાગના લોકોને ચટપટી વસ્તુ ખાવાની ટેવ તો હોય જ છે. પરંતુ જો આ ચટપટી વસ્તુ એને ઘરે મળી જાય તો તો સોનામાં સુગંધ ભળી જાય. આલુ ચાટ તો દરેક લોકો ને ભાવે છે, પરંતુ સામાન્ય રીતે લોકોને આલુ ચાટ બનાવતાં આવડતી હોવાના કારણે તેને નછૂટકે બહાર ખાવું પડે છે અને આપણે દરેક લોકો જાણીએ છીએ કે બહારની ખાણીપીણી કેટલી ખરાબ હોય છે જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ આલુ ચાટ બનાવવાની રેસીપી.
સામગ્રી :-
- 500 ગ્રામ બટાટા
- 250 ગ્રામ ખાંડ
- 1 1/2 ગ્લાસ પાણી
- બે ચમચી આમચૂર પાઉડર
- એક ચમચી લાલ મરચું પાઉડર
- 1 ચમચી ધાણાજીરૂ
- એક ચમચી સિંધવ
- 1 ચમચી આદુની પેસ્ટ
- એક ચમચી વરિયાળી
- સ્વાદ અનુસાર મીઠું અને
- સ્વાદ અનુસાર ચાટ મસાલો
બનાવવાની રીત :-
ચટપટી આલુ ચાટ બનાવવા માટે સૌ પ્રથમ એક પેન માં પાણી ગરમ કરો અને જ્યારે પાણી બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર ખાંડ ઉમેરી બરાબર ઉકાળી લો અને ઉપરથી તેની અંદર આમચૂર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું અને સિંધવ તથા આદુ ની પેસ્ટ ઉમેરી બરાબર હલાવી લો.
ત્યારબાદ તેને થોડીવાર ગરમ થવા દઈ તેને ધીમે ધીમે થોડું ઘાટું થવા દો અને જ્યારે તે બરાબર ખાટું થઈ જાય ત્યારબાદ તેને ચૂલા પરથી ઉતારી લો.
હવે ગેસ ઉપર બીજું પાન મૂકી તેને બરાબર ગરમ કરી લઈ તેની અંદર થોડું તેલ ઉમેરો અને જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય એટલે તેની અંદર બટાટાના નાના કટકા કરીને તેને બરાબર તળી લો.
બધા ટન બરાબર તળાઈ ગયાબાદ બટાટાને ટિસ્યુ પેપરમાં કાઢી લો જેને કારણે તેના ઉપરથી વધારાનું તેલ સોસાય જાય.
હવે તળેલા બટાકા ને અગાઉથી ઘાટા કરેલા મિશ્રણને ઉમેરી દો અને તેને બરાબર હલાવી લો બસ આ રીતે તૈયાર છે સ્વાદિષ્ટ આલુ ચાટ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.