આયુર્વેદ શાસ્ત્ર અનુસાર આદુ આપણને ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે આદુ ની અંદર રહેલા તત્વો આપણા શરીરને અનેક રીતે ઉપયોગી થાય છે. સામાન્ય રીતે આદુને ગરમ અને ઠંડી અમે એમ બંને પ્રકૃતિનું માનવામાં આવે છે. કેમકે જો આદુનું શિયાળામાં સેવન કરવામાં આવે તો તે આપણા શરીરને ગરમ લાગે છે અને જો તેને ઉનાળામાં સેવન કરવામાં આવે તો આપણા શરીરને ઠંડું લાગે છે. આમ આદુ સ્વાદિષ્ટ તો છે જ પરંતુ સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
જો આદુનું સેવન કરવામાં આવે તો વ્યક્તિ અનેક પ્રકારના રોગોથી દૂર રહી શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આદુનું સેવન કરવાના કારણે તમારા સ્વાસ્થ્ય ની અંદર થતા અનેક લાભ કે જે જાણીને તમે પણ રહી જશો દંગ.
હદય સંબંધી રોગોમાં :-
આદુનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું લેવલ કંટ્રોલમાં રહે છે. જેને કારણે શરીરની અંદર વધારાની ચરબી જમા થતી નથી અને આથી તમારા હાર્ટને લગતી દરેક સમસ્યાઓમાં રાહત મળે છે. આદુનું સેવન કરવાના કારણે લોકો હાર્ટ-અટૅકથી પણ બચી શકે છે.
કેન્સરના રોગમાં :-
આદુનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર રહેલા કેન્સરના કોષો વધતા અટકી જાય છે અને આથી જ કેન્સરના દર્દીઓ માટે આદુ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે તે તેના શરીરની અંદર રહેલા કેન્સરના કોષોને વધતું અટકાવે છે.
ઊલટીમાં :-
જો તમને ઉંચી થતી હોય અથવા તો ઊબકા આવતા હોય અથવા તો તમે વાયુ પ્રકૃતિવાળા હોય તો આવા લોકો જો આદુનું સેવન કરે તો તેને આવી દરેક સમસ્યામાંથી રાહત મળે છે. જ્યારે તમે કોઇપણ જગ્યાએ ટ્રાવેલિંગ કરતા હો અને તમને ઉલટીની સમસ્યા થતી હોય ત્યારે પણ મોઢામાં આદુ ની કટ કી રાખવાના કારણે ટ્રાવેલિંગ દરમિયાન ઉલટી થતી નથી.
ડાયાબિટીસના દર્દીઓ માટે :-
આદુનું સેવન કરવાના કારણે શરીરની અંદર કુદરતી રીતે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે જેને કારણે શરીરની અંદર રહેલી શુગર કંટ્રોલમાં રહે છે અને આથી જ ડાયાબિટીસના દર્દીઓને ડાયાબિટીસ મા આંશિક રીતે રાહત મળે છે.
ફંગલ ઇન્ફેક્શન :-
જો તમને શરીરમાં કોઈ પણ જગ્યાએ ફંગલ ઇન્ફેક્શન થયું હોય તો તે મટાડવા માટે આદુનો રસ ખૂબ જ અક્સિર ઈલાજ છે. જે જગ્યાએ ફંગલ ઇન્ફેક્શન થયું હોય તે જગ્યાએ આદુનો રસ લગાવવાના કારણે થોડા જ સમય ની અંદર એ ફંગલ ઇન્ફેક્શન દૂર થાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…