આ ઝાડનો ઉપયોગ કરીને તમે જળમૂળમાંથી ખતમ કરી શકશો અનેક બીમારીઓ

આપણી આસપાસ અનેક એવી ઔષધી ઉઠતી હોય છે કે જેનો ઉપયોગ કરીને આપણે કાયમી માટે સ્વસ્થ રહી શકીએ છીએ આપણી આસપાસ અનેક એવા ઔષધિય ગુણો ધરાવતા વનસ્પતિ છોડ અને વૃક્ષો હોય છે કે જો તેનો યોગ્ય ઉપયોગ કરતા આપણે જાણી લઈએ તો આપણે ક્યારેય દવાખાને જવાની જરૂર પડતી નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવા જ એક ઝાડ વિશે કે જેનો ઉપયોગ કરવાના કારણે તમે પણ રહી શકો છો કાયમી માટે સ્વસ્થ.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તમારી આસપાસ ખાખરાના ઝાડના કેટલા ગુણ વિશે મોટે ભાગે આપણે દરેક લોકો ખાખરાના ઝાડ થી તો પરિચિત હોઇએ છીએ. ખાખરો ઉનાળા ની અંદર પોતાના રંગબેરંગી કેસરી ફૂલ માટે ખૂબ જ પ્રખ્યાત હોય છે. સામાન્ય રીતે ખાખરાના ફૂલને આપણે કેસુડા કહીએ છીએ અને ઉનાળાની ઋતુમાં દૂર દૂર સુધી જ્યાં નજર જાય ત્યાં સુધી આવા કેસુડાના ફૂલ જ તમને જોવા મળે છે.

ભારતના મોટાભાગના રાજ્યોની અંદર આ ખાખરાનું ઝાડ જોવા મળે છે. જો તમે આ ઝાડ નો ઉપયોગ આયુર્વેદ શાસ્ત્ર અનુસાર કરો તો તમને સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદાઓ થઈ શકે છે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ ખાખરાના ફુલ ના અમુક એવા ફાયદાઓ કે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

જો તમારા વાળ ખરતા હોય તો તેને દૂર કરવા માટે તમે ખાખરા ના પાન નો રસ કાઢી લઇ તેને વાળમાં લગાવી દો અને ત્યાર બાદ અંદાજે અડધો કલાક બાદ તમારા વાળને ધોઈ નાખો આમ કરવાથી માત્ર એક મહિનાની અંદર તમારા ખરતા વાળની સમસ્યાઓ દૂર થઈ જશે.

જો કોઈ લોકોના ઘૂંટણની અંદર અથવા તો સાંધામાં દુખાવો હોય તેવા લોકો આ ખાખરા ની અંદર થતા ફુલ એટલે કે કેસુડાનું સાકર સાથે સેવન કરે તો તેનાથી તેના હાડકા મજબુત થાય છે. કેમ કે કેસુડાના ફૂલ ની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જેને કારણે લોકોના હાડકા મજબુત બને છે અને લોકોને ઘૂંટણ તથા સાંધાના દુખાવામાં રાહત મળે છે.

જો કોઈ લોકોને વાઇની સમસ્યા હોય તો એવા લોકોના નાકમાં આ ખાખરાના પાનના બેથી ત્રણ ટીપાં નાખવાથી આ લોકોને વાઇની સમસ્યામાંથી તુરત જ રાહત મળે છે આમ ખાખરો આપણા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *