શેખર કપૂરે તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા પર એક વૃદ્ધ મહિલાની ફોટો અપલોડ કરી હતી. જેની અંદર તેણે કહ્યું હતું કે આ મહિલાને તે પોતાના જીવન ભાર ભૂલશે નહિ. કેમ કે, આ મહિલા સાથે તેણે વિતાવેલો થોડો સમય અને તેની રહેણી-કહેણી થી પ્રભાવિત થઈને શેખર કપૂરે આ પોસ્ટ કરી હતી. તો ચાલો જાણીએ શું છે આ વૃદ્ધ મહિલાનું સત્ય.
ખજૂરાહોના મંદિરની બાજુમાં આવેલ એક એસબીઆઇ બેન્ક પાસે આ વૃદ્ધ મહિલા એક નાના એવા ઝોપડામાં રહે છે. આ વૃદ્ધ મહિલાના પતિનું મૃત્યુ થઈ જવાના કારણે તેની પાસે પોતાના જીવનનિર્વાહ માટે બીજી કોઈ આજીવિકા બચી ન હતી. આથી આ વૃદ્ધ મહિલા તે જગ્યાએ લોકોને ચા બનાવીને પીવડાવે છે અને તેમાંથી મળતી આવક દ્વારા પોતાનો જીવનનિર્વાહ ગુજારે છે. આ વૃદ્ધ મહિલા ની ઝોપડી અને ચાની તપરી જોઈને તમને એમ નહીં લાગે કે આ મહિલા પાસે કોઈ એવી દિવ્યશક્તિ કે અઢળક ધન હોય. આમ છતાં પણ શા માટે બોલીવુડના મોટા મોટા ઍક્ટરો તેની પાસે જાય છે?
તાજેતરમાં જ ખજૂરાહોનાં વિસ્તારમાં ફિલ્મ ફેસ્ટિવલ પૂરો થયા બાદ શેખર કપૂર અને જેકી શ્રોફ એ આ વૃદ્ધ મહિલાની મુલાકાત લીધી હતી, ત્યાં જઈને એ વૃદ્ધ મહિલા નું જીવન ચરિત્ર જોયું અને તેની જીવન જીવવાની ધગશ જોઈને આ બંને અદાકારો પ્રભાવિત થઈ ગયા હતા અને તેમણે આ વૃદ્ધ મહિલાને વચન પણ આપ્યું હતું કે ફરીથી તે જ્યારે પણ આ જગ્યાએ આવશે ત્યારે તે અવશ્ય અને અવશ્ય તેમની ચા પીશે.
આ વૃદ્ધ મહિલા સાથે વાત કરવાથી શેખર કપૂર અને જેકી શ્રોફને જાણવા મળ્યું કે તેમની ઉંમર અંદાજે સો વર્ષ જેટલી છે અને તેમણે અત્યાર સુધીમાં કરોડો લોકોને ચા પાઈ દીધી છે. આ ઉપરાંત એ પણ જાણવા મળ્યું કે આ વૃદ્ધ મહિલાએ ભારતના સૌથી પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુને પણ ચા પાય છે. ભારતના આવા મહાન માંધાતાઓને ચા પાનાર આ વૃદ્ધ મહિલાને તમે આજે પણ જુઓ તો તેના ચહેરા પરની માસૂમિયત જોઈને તમને તેના પર દયા આવી જશે.
આમ સો વર્ષની ઉંમરે પણ જીવવાની ખુમારી સાથે રહેતા આ વૃદ્ધ મહિલાની ચા પીવા માટે સેંકડો લોકો લાઈનમાં ઊભા રહે છે અને આ જ લાઈનમાં જેકી શ્રોફ અને શેખર કપૂર પણ ઉભ્યા હતા.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.