સામાન્ય રીતે આપડે હંમેશા વસી રોટલી ખાવાનું ટાળતા હોયે છીએ તથા બીજા લોકોને પણ વાસી રોટલી ન ખાવાની શીખ આપતાં હોવ છો. આયુર્વેદ પ્રમાણે વાસી ખોરાક હોય આપડા સ્વાસ્થ્ય માટે હાનીકારક માનવામાં આવે છે. ૨૪ કલાકથી વધારે સમયનો વાસી ખોરાક ખાવાથી અનેક બીમારીઓ જેવી કે ફૂડ પૉઇઝનિંગ, એસિડિટી અને પેટ ખરાબ થવાની શક્યતા રહે છે.
ઘણા લોકો અગાવનો બચેલો ખોરાક ગરમ કરીને ખાય છે પરંતુ તે પણ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ હાનીકારક હોય છે અને સ્વાસ્થ્યને કેટલાય ઘાતકી નુકશાન પણ પહોંચી શકે છે. પરંતુ આપને કદાચ આ જાણીને હેરાની થશે કે દરેક વાસી ખોરાક સ્વાસ્થ્યને નુકશાન નથી પહોંચાડતા ઉલટાના અમુક વાસી ખાવાની વસ્તુઓ એવી પણ હોય છે જે વાસી થયા બાદ સ્વાસ્થ્યને વધારે ફાયદો પહોંચાડે છે.
તેમની એક વસ્તુ છે ઘઉં. જી હા, ભારતના મોટાભાગના ઘરમાં રોટલી કે ભાખરી ઘઉંના લોટમાંથી જ બનાવવામાં આવે છે. પરંતુ ભારતીય મહિલાઓ સામાન્ય રીતે પોતાની ક આદત પ્રમાણે દરરોજ પોતાની જરૂરિયાત કરત વધુ જમવાનું બનાવે છે, જેના કારણે મોટાભાગના ઘરમાં રોટલી પડી રહેતી હોય છે. બીજા તને વાસી થયેલ આ રોટલીઓ ફેંકી દેવી પડતી હોય છે અથવા તો કોઇ જાનવરને ખવડાવી દેવી પડતી હોય છે.
આજે અમે આપને બતાવવા જી રહ્યા છીએ આ વાસી રોટલીના ફાયદાઓ જેને જાણ્યા બાદ તમે પણ તમારા ઘરમાં વધેલી રોટલી ફેંકવાની જગ્યાએ પોતે ખાવાનું પસંદ કરશો તથા બીજાને પણ ખવડાવશો.
જાણો શું છે વસી રોટલી ખાવાના ફાયદાઓ?
બ્લડ પ્રેસરમાં:-
વાસી રોટલી ખાવાથી તમને અનેક બીમારીઓમાંથી રાહત મળી રહે છે. જો દૂધની સાથે વાસી રોટલી ખાવામાં આવે તો તમારા શરીરનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. આ માટે વાસી રોટલીને ૧૦ મિનિટ માટે દૂધમાં પલાળી દો ત્યારબાદ આ રોટલીને સવારે નાસ્તામાં દૂધમાં પલાળેલી રોટલી ખાઓ. આમ, કરવાથી ટૂંક સમયમાં જ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેવા લાગશે.
એસિડિટીમાં:-
સમય વિરુદ્ધ ભોજન ખાવું અને ઓફિસમાં કલાકો સુધી બેસી રહેવાના કારણે એસિડિટીની સમસ્યા હવે ખુબ આમ વાત થઈ ગઈ છે. કેટલાક લોકો એસિડિટીથી રાહત મેળવવા માટે દવાનું સેવન કરે છે. પરંતુ તે લાંબા સમય માટે ફાયદાકારક નથી. ઘઉની રોટલીમાં મળી આવતા ફાઈબર પાચનશક્તિને મજબુત કરે છે અને પેટની સમસ્યા પણ થતી નથી. રોજ સવારે દૂધ સાથે તાજી રોટલી ખાવાથી એસિડિટીની પરેશાનીથી આરામ મળશે.
બળ વર્ધક:-
ઘણા લોકો અણશક્તિની બીમારીથી પીડાતા હોય છે પરંતુ જો તમે આહારમાં સંપૂર્ણ પોષક તત્વોનું સેવન નથી કરી શકતા તો શરીરમાં નબળાઈ આવી શકે છે. જો સ્ફૂર્તિ અને તાજગી જાળવી રાખવી હોય તો વાસી રોટલીને નાસ્તામાં સામેલ કરો. દરરોજ ઓછામાં ઓછી એક વાસી રોટલી ખાવાથી શરીરને તાકાત મળે છે અને આખો દિવસ સ્ફૂર્તિ મહેસૂસ થાય છે.
વજન વધારનાર:-
આજે ઘણા લોકો એવા પણ છે કે જેને ઓછા વજનની સમસ્યા હોય છે. આવા લોકોને હીન ભાવના પેદા થતી હોય છે. શરીર પર ચરબી વધારવા માટે અનેક પ્રકારની દવાઓ અને અન્ય ચીજોનું સેવન કરવાનું શરૂ કરી દે છે. પરંતુ જો તમે ખરેખર દુબળાપણાથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો વાસી રોટલી ખાઓ. ખુબ ફાયદાકારક રહેશે. તેનાથી શરીરને યોગ્ય માત્રામાં ફાઈબર અને પ્રોટીન મળે છે અને દુબળાપણાથી રાહત મળે છે.
ડાયાબિટિસમાં:-
શરીરમાં જયારે સુગરનું લેવલ કંટ્રોલ થતું નથી ત્યારે લોકોને ડાયાબીટીસ ની સમસ્યા સર્જાય છે. ડાયાબિટિસ શરીરમાં અનેક પ્રકારની સમસ્યાનું મૂળ છે. જો ઘરમાં કોઈ ડાયાબિટિસથી પીડિત હોય તો તેમણે મોળા દૂધ સાથે વાસી રોટલીનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ફાયદો થાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.