અત્યારના જમાનામાં સ્માર્ટફોન નું ચલણ વધતું જાય છે. આજે માર્કેટમાં અનેક સુવિધાઓ ધરાવતા સ્માર્ટફોન ઉપલબ્ધ છે. જે આપણને અનેક રીતે ઉપયોગી થાય છે. પરંતુ આ દરેકની સામે આપણને એક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે અને તે છે બેટરી બેકઅપ. કેમકે, આજના સ્માર્ટ ફોનના વધુ પડતા ઉપયોગના કારણે તેની બેટરી ઝડપથી ખાલી થઇ જાય છે. અને ત્યારબાદ કલાકો સુધી ચાર્જ કર્યા બાદ જ તમે તમારા સ્માર્ટફોન નો ફરીથી ઉપયોગ કરી શકો છો.
આજે દરેક વ્યક્તિ ચાહે છે કે, તેની પાસે એક એવો સ્માર્ટફોન હોય કે જે કાં તો બહુ લાંબો સમય સુધી બેટરી ચલાવે. અને કા તો તેની બેટરી ઝડપથી ચાર્જ થાય આમા રહેલો પહેલો ઓપ્શન એટલું બધું કારગર સાબિત થતો નથી. કેમકે જો બેટરી બેકઅપ વધારવા જાય તો મોબાઈલ ની સાઈઝ પણ બહુ મોટી થઇ જાય છે. આથી આપણે જરૂર છે એવા સ્માર્ટફોનની કે જેની બેટરી ખૂબ ઝડપથી થાય.
તો ચાલો આજે જોઈએ અમુક એવી ટિપ્સ. કે જેના કારણે તમે તમારા મોબાઇલને ફાસ્ટ ચાર્જિંગ મોલની અંદર રાખી શકો છો. કે જેને કારણે ખૂબ ઓછા સમયની અંદર તમારો મોબાઇલ ફરીથી થઈ જશે ફુલ ચાર્જ આ માટે તમારે નીચે ની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
જ્યારે તમારા મોબાઇલને ચાર્જિંગ માં મુકો ત્યારે બને ત્યાં સુધી તેને ફ્લાઇટ મોડમાં રાખવું જેને કારણે ચાર્જિંગ દરમિયાન તેની બેટરી ઓછી વપરાશે. અને તમારો મોબાઈલ ઝડપથી ચાર્જ થઈ શકશે.
ચાર્જ કરતી વખતે તમારા મોબાઇલ ની બધી જ એપ્લિકેશન બંધ કરી દેવી. જેને કારણે એપ્લિકેશનો દ્વારા વપરાતી બેટરી બંધ થઈ જવાના કારણે ખૂબ ઓછા સમયની અને તમારી બેટરી ફરીથી 100% ચાર્જ થઈ જશે.
મોબાઇલને ચાર્જ કરતી વખતે તેને ગરમ જગ્યા પર ન રાખવું. જેને કારણે બેટરી ફૂલ નો ખતરો ઘટી જાય છે અને બેટરી ઝડપથી ચાર્જ પણ થઈ શકે છે.
ઘણી વખત તમારા મોબાઇલને ચાર્જ કરતી વખતે તમારો મોબાઇલ ખૂબ ગરમ થઈ જાય છે. જો આમ થાય તો તમારા મોબાઇલનું કવર કાઢી લેવું. જેને કારણે તમારા મોબાઈલ ગરમ થતું અટકી જશે અને ઝડપથી ચાર્જ થશે.
હંમેશા આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, તમારા મોબાઇલ ને એ જ ચાર્જર થી ચાર્જ કરવું કે જે કંપનીએ તેની સાથે આપેલ છે. બીજા ચાર્જથી ચાર્જ કરવાના કારણે તમારા મોબાઈલની બેટરી બેકઅપ ઘટી શકે છે.
મોબાઈલ ચાર્જ કરતી વખતે બને ત્યાં સુધી કંપનીના અને સારા ડેટા કેબલ નો જ ઉપયોગ કરવો. કેમકે ટૂટેલા ડેટા કેબલ ના કારણે બેટરી ચાર્જ થવામાં ઘણી વાર લાગી શકે છે.
બને ત્યાં સુધી મોબાઈલ નીચા કરતી વખતે સ્વીચ ઓફ રાખવું. આમ કરવાથી તમારી બેટરી ચાર્જિંગ દરમ્યાન વપરાય છે જેના કારણે તે ઝડપથી ચાર્જ થાય છે.
બેટરી ચાર્જ કરતી વખતે તમારા મોબાઈલનો ડેટા wifi ,hotspot અને bluetooth જેવી એપ્લિકેશનનો બંધ કરવી. જેના કારણે તમારી બેટરી લાંબો સમય સુધી ચાલી શકે છે.
આમ આ નાની-નાની વાતોનો ખ્યાલ રાખીને તમે પણ તમારા મોબાઇલમાં ફાસ્ટ ચાર્જીંગ કરી શકો છો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.