મિત્રો આજના સમયમાં દરેક લોકો નવી નવી વાનગીઓ ખાવાનું પસંદ કરે છે. અને આથી જ લોકો હંમેશાં એ માટે નવી નવી વાનગીઓ શીખવા માટે તત્પર રહે છે. તો આજે અમે આપના માટે લાવી રહ્યા છીએ. એકદમ નવી વાનગી કે જે બનાવતા લોકો ચાટતા રહી જશે પોતાના આંગળા.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ વધેલી વાસી બ્રેડમાંથી કઈ રીતે બનાવી શકાય ઈડલી. જી હા, મિત્રો જ્યારે આપણે બ્રેડમાંથી કોઈ વાનગી બનાવીએ છીએ ત્યારે દરેક લોકોના ઘરમાં થોડીક બ્રેડની સ્લાઈસ ઓ તો વધે જ છે. અને આપણે ન છૂટકે તેને જવા દેવી પડે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ વાસી વધેલી આ બ્રેડ માંથી બનાવામાં આવતી એકદમ સ્વાદિષ્ટ ઈડલી. તો ચાલો જાણીએ તેની રેસિપી.
સામગ્રી
- ૮ થી ૧૦ બ્રેડની સ્લાઈસ
- એક કપ રવો
- બે કપ દહીં
- ૧ કપ ગાજર
- 1 કપ ઝીણી સમારેલી કોબીજ
- ઝીણી સમારેલી ડુંગળી
- ઝીણા સમારેલા ટમેટા ઝીણી સમારેલી સિમલા મિર્ચ
- સ્વાદ અનુસાર મીઠું
- ૧ નાની ચમચી લાલ ચટણી
- ચપટી એક ગરમ મસાલો
- સ્વાદ અનુસાર ચાટ મસાલો
- 1 મોટો ચમચો તેલ
- એક પેકેટ ઈનો
બનાવવાની રીત
સૌપ્રથમ વધેલી બ્રેડ ની ચારે સાઈડો કાઢીને દૂર કરી લો. હવે આ બ્રેડને પીસીને એકદમ બારીક પાઉડર બનાવી લો. ત્યારબાદ એક વાસણ ની અંદર રવો, દહીં, મીઠું ઉમેરીને બરાબર ભેળવી લો. ત્યારબાદ તેની અંદર થોડું પાણી ઉમેરીને બરાબર હલાવો. અને આ મિશ્રણને અંદાજે અડધો કલાક સુધી રાખી દો.
હવે અડધો કલાક બાદ આ મિશ્રણ ની અંદર બ્રેડ, ગરમ મસાલો, લાલ મરચું, ચાટ મસાલો તથા ઝીણા સમારેલા શાકભાજી ઉમેરીને બરાબર મિક્ષ કરી દો. આ બધી સામગ્રી એક બીજા સાથે બરાબર મિક્સ થઇ જાય. ત્યારબાદ તેની અંદર એક પેકેટ ઈનો નાખી તેને બરાબર હલાવી લો
બસ આ રીતે તૈયાર છે ઇડલીનું ખીરૂ. હવે આપણે જે રીતે સાદી ઈડલી બનાવીએ છીએ તે જ રીતે આ ખીરામાંથી તમારે બનાવવાની છે. આ માટે તમારે એક કુકર ની અંદર બે ગ્લાસ જેટલું પાણી મૂકી તેને ગરમ થવા દો. ત્યારબાદ તેની અંદર ઇડલી ની વાટકી ભરીને તેને પાકવા દો.
૧૦ થી ૧૨ મિનિટ સુધી આ કુકરનું ઢાંકણું બંધ રાખીને બરાબર ચડવા દો. અંદાજે ૧૦ થી ૧૨ મિનિટ બાદ તૈયાર છે એકદમ ચટપટી અને નરમ નરમ ઇડલી જેને ગરમા-ગરમ સંભાર સાથે સર્વ કરો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.