દરેક માણસ પોતાના દ્વારા કરેલા કાર્યમાં સફળતા મેળવવા માંગે છે, પરંતુ અંતે સફળ એજ વ્યક્તિ થાય છે જેમા ભરપુર આત્મવિશ્વાસ હોય છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર જે કોઈની પણ કુંડળીમાં ત્રણ ગ્રહ સ્થિત હોય છે તેને કયારેય નિરાશા મળતી નથી.
પહેલો શુભ ગ્રહ શનિ છે, કુંડળીમાં આ ગ્રહની શુભ સ્થિતિ હશે તો હંમેશા તમારી કિસ્મત સાથ આપે છે. બીજો અને ત્રીજો ગ્રહ છે મંગલ અને બૃહસ્પતિ. આ બંનેની શુભ સ્થિતિ વ્યક્તિને હંમેશા સફળતા અપાવે છે. બધી ૧૨ રાશિયોમાં ૩ રાશિયા એવી હોય છે જે કોઈ પણ સંજોગોમાં હાર નથી માનતી. આ ૩ રાશીઓ ધન, સુખ-સમૃદ્ધિ અને પોતાના જીવનને પ્રતિષ્ઠાવાન બનાવે છે.
મેષ રાશી:-
આ રાશિ વાળા પોતાની લીડરશીપ ના કારણે દરેક ક્ષેત્રમાં હંમેશા આગળ રહે છે. જે પોતાની સમજણ અને આત્મવિશ્વાસથી દરેક કાર્યમાં સફળતા મેળવે કરે છે. આ રાશિ વાળા બોસ, નેતા, અને મશહૂર વૈજ્ઞાનિક પણ હોય છે.
ધન રાશી:-
આ રાશિ વાળા લોકો પોતાના કાર્યમાં સફળતા મેળવવા બહુ મોટા ક્રાંતિકારી નિર્ણય લેતા હોય છે. જીવનનમાં આગળ આવવા ગમે તેવી અઘરી પરીક્ષામાંથી પણ પસાર થઇ જાય છે.
મકર રાશિ:
આ રાશિના લોકો પોતાની ક્ષમતાના બળ પર ખુબ ઊંચુ પદ પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. શનિ અને મંગળની વિશેશ કૃપા આ રાશિના લોકો પર રહેતી હોય છે. આ રાશિના લોકો પોતાની ધન-સંપતિ, માન સમ્માન, અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવામાં સફળ હોય છે.