નીતા અંબાણીએ દીકરીની સગાઈમાં કર્યો મન મૂકીને ડાન્સ !! જોઇને, બધા લોકો થઇ ગયા ખુશ ખુશાલ…

શાહરુખ ખાન અંબાણી પરિવાર સાથે સારા ગાઢ સંબંધો છે. છેલ્લે તેમણે આકાશ અંબાણીની સગાઈમાં જોવા મળ્યા હતા. ઈશાની સગાઈ પણ અંબાણી ફેમિલીના ઘર એન્ટીલિયામાં થઈ. સગાઈના એક દિવસ પહેલાં ઈશા અંબાણી અને આનંદ પિરામલ પરિવાસ સાથે ઈસ્કોન મંદિર ગયા હતા.

સોમવારે મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયામાં તેમણી એકના એક દીકરી ઈશા અંબાણીની સગાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બલિવૂડની હસ્તીઓએ હાજરી આપી હતી. બોલિવૂડનાં કિંગ ખાન (શાહરુખ ખાન), કરણ જોહર, રણબીર કપૂર, આમિર ખાન તેમજ તે સિવાય ક્રિકેટર સચિન તેડુંલકર પણ પહોંચ્યો હતો. આ ખાસ પ્રસંગે નીતા અંબાણીએ દીકરી સાથે ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સગાઈમાં ઈશા અને તેમણી માતા નીતા અંબાણીનો ડાન્સ જોઈને ત્યાં હાજર મહેમાનોના હોંશ ઉડી ગયા હતા. નીતા અંબાણીએ પોતાની દીકરી માટે ગુજરાતી ગીત પર ડાન્સ કર્યો હતો. પત્નીને ડાન્સ કરતા જોઈને મુકેશ અંબાણી પણ પોતાની જાતને રોકી ન શક્યા. મુકેશ અંબાણીએ તાલી વગાડીને નીચા અંબાણીને ચિયર કરતા હતા.

#nitaambani danxes on occasion of her daughter's engagement #ishaambani

A post shared by BOLLYWOOD 🔎 (@bollywood.spotter) on

તેના પછી ઈશા અને તેણી માં નીતાએ એક સાથે નચ દે ને સારે ગલ મિલ કે ગીત પર ડાન્સ કર્યો હતો. તેમજ ડાન્સ કરતી વખતે નીતા અને ઈશાનું બોન્ડિંગ સારું લાગતું હતું, અને ડાન્સ પૂરો થયા પછી બંને એકબીજાને ગળે મળ્યા હતા. આ આલીશાન પાર્ટીની કેટલીક તસવીરો અને વીડિયો પણ વાયરલ થયા છે. કરણ જોહરે આકાશ અન ઈશાની સાથે એક તસવીર પણ ઈન્સ્ટો પર સ્ટોરી પર શેર કરી છે.

કરણ જોહર પહેલાં સોનમ કપૂરની સંગીત સેરેમનીમાં સામેલ થયા હતા. કરણ જોહર પણ અંબાણી પરિવારનાં સારા મિત્ર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુકેશ અંબાણીએ પોતાના બંને બાળકો આકાશ અને ઈશાની લગ્ન એક સાથે ડિસેમ્બરમાં કરવા માંગે છે.

સંકલન : પ્રિયંકા પંચાલ

મિત્રો, આપ સૌ ને નીતા અંબાણી નો ડાંસ કેવો લાગ્યો કોમેન્ટ માં અચૂક જણાવજો !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *