મેવા એટલે કે ડ્રાયફ્રૂટ્સ માં ઘણા બધા પોષક તત્વો હોય છે. તમે કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ, મખાણા વગેરેનો ઉપયોગ મીઠાઇઓમાં જરૂર કર્યો હશે. બદામ ખાવાથી મગજ એકદમ તેજ થાય છે અને કિસમીસ ખાવાથી શરીરમાં હિમોગ્લોબીનની ઊણપ દૂર થાય છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એક એવા મેવા વિશે એ જેનાથી તમારા શરીરમાં તાકાત મળે છે અને તમારું શરીર શકિશાળી થઈ જાય છે આવો જાણીએ આ મેવા વિશે.
પિસ્તા એક ડ્રાય ફ્રુટ છે જે તમારા શરીરને ઘણા પ્રકારના પોષક તત્વો પૂરા પાડે છે અને તમારા શરીરને તાકતવર બનાવે છે. પિસ્તા ખાવાથી તમારા શરીરને અન્ય પણ ઘણા બધા ફાયદા થાય છે.
પિસ્તામા ફાઇબર, પ્રોટીન, વિટામિન સી, ઝીંક, કોપર, કેલ્શિયમ, આયરન, પોટેશિયમ અને અન્ય પોષક તત્વો હોય છે જે તમારા શરીરને જરૂરી દરેક તત્વો પુરા પાડે છે અને તમે જો દસ દિવસ સુધી સતત પિસ્તા ખાઓ તો તમારું શરીર સ્વસ્થ રહે છે.
પિસ્તામાં ફેટી એસિડ હયાત હોય છે જેનાથી તમારી સ્કિનમાં ગ્લો બની રહે છે તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે જેનાથી તમારી સ્કિન જુવાન દેખાય છે અને કરચલીઓ પણ પડતી નથી.
જે લોકોને વાળ ખરવાની સમસ્યા હોય તેણે પિસ્તાનો સેવન જરૂર કરવું જોઈએ દસ દિવસ સુધી પિસ્તા ખાવાથી તમારા વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.