જ્યારે લોકો કંઈક મેળવવા ઈચ્છતા હોય ત્યારે તે ભગવાનની શરણ લે છે અને ભગવાન પાસે પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી દે તેવા આશીર્વાદ મેળવવા માગે છે. આ માટે તે અનેક મંદિરોની મુલાકાત લે છે. તથા અનેક દેવી-દેવતાઓની પૂજા કરે છે અને તેને એવી શ્રદ્ધા હોય છે. કે તેના આમ કરવાથી ઈશ્વર તેના પર કૃપા વરસાવી તેની મનોકામનાઓ પૂર્ણ કરશે આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ ઉતરાખંડ ના એવા જ એક મંદિરની જ્યાં ભગવાન પૂરી કરે છે પોતાના દરેક ભક્તોની મનોકામનાઓ.
ઉત્તરાખંડમાં આવેલ આલમોલ્ડ જિલ્લાના ચિત્તઈ ગોલુ દેવતા નું એક મંદિર આવેલ અહીં લોકોમાં એવી માન્યતા છે કે આ દેવતાનું મંદિર તેમના માટે આશીર્વાદરૂપ છે અહીંયા લોકો પૂરી શ્રદ્ધાથી પોતાની મનની વાત એક ચિઠ્ઠી દ્વારા ભગવાનને કહે છે. જી હા લોકો અહીંયા લાખોની સંખ્યામાં પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટેની ચિઠ્ઠીઓ લઈને આવે છે અને ગોલુ દેવતા ની સામે અર્પણ કરે છે અહીંના લોકોમાં એવી માન્યતા છે કે આ ચિઠ્ઠી તેના ઇષ્ટદેવને સીધી જ પહોંચી જશે.
અહીં આવતા લાખો ભક્તો પોતાની મનની વાત એક ચિઠ્ઠી ની અંદર લખીને ગોલુ દેવતા ના મંદિરમાં અર્પણ કરે છે આ લોકોમાં એવી માન્યતા છે કે આમ કરવાથી કુળદેવતા તેની મનની વાત સાંભળી લે છે અને તેના જે કાંઈ પણ પ્રશ્નો કે દુઃખ છે તે દૂર કરશે અને પૂરી શ્રદ્ધાથી કરવામાં આવેલા કાર્ય થી અનેક લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થયેલ છે.
આ ગોલુ દેવતા ને ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે કહેવામાં આવે છે કે ગોલુ દેવતા ત્યાંના એક સમયના મહાન રાજા જીવરાજા અને કાલંદરી ના પુત્ર હતા પોતાના સમગ્ર જીવન દરમિયાન લોકોની સેવા કરી હતી અને તેને બનતી મદદ કરી હતી અને આથી જ અહીંના લોકો વર્ષોથી તેને શ્રદ્ધાપૂર્વક તેનું પૂજન-અર્ચન કરે છે.
આ મંદિર પ્રેમીઓ અને પ્રેમિકા માટે એક આસ્થાનું ખૂબ મોટું કેન્દ્ર બની રહ્યું છે કેમકે તે પોતાનું મનગમતો જીવનસાથી મેળવવા માટે આ મંદિરમાં તેના નામ ની ચીઠી જણાવે છે જેના કારણે તેની એવી શ્રદ્ધા છે કે તેને પોતાનો મનગમતો જીવનસાથી મળી રહેશે તેવી જ રીતે અનેક નિસંતાન દંપતીઓ પુત્ર પ્રાપ્તિ માટેની ઇચ્છાથી પણ અહીંયા ચિઠ્ઠી અર્પણ કરે છે.
એક વખત ચીઠી અર્પણ કર્યા બાદ ભક્તો પોતાની દરેક સમસ્યાઓ ઈશ્વરને સોંપી દે છે અને જ્યારે પોતાની સમસ્યાઓ હલ થઇ જાય અને પોતાની મનોકામનાઓ પૂર્ણ થઈ જાય ત્યારે તેઓ આ મંદિરમાં નાની એવી ઘંટડી ચડાવે છે આ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓની મનોકામનાઓ પૂર્ણ થયાના કારણે અહીં લાખો ઘંટડીઓ જોવા મળે જે દર્શાવે છે કે ગોલુ દેવતા એ પોતાના લાખો શ્રદ્ધાળુઓની મનોકામનાઓ પૂર્ણ કરી છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.