આ કામ કરતી વખતે ક્યારેય ન વાપરવો મોબાઈલ, થઈ શકે છે આ નુકસાન.

આજના ટેકનોલોજી યુગમાં મોબાઈલ એ દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગઈ છે. કોઈપણ વ્યક્તિ મોબાઈલ વગર એક સેકન્ડ પણ ચલાવી શકતો નથી. લોકો પોતાનો ટાઇમ પાસ કરવા માટે બીજા લોકો સાથે વાત કરવા માટે તે પોતાનો બિઝનેસ કરવા માટે આમ કોઈકને કોઈક રીતે પોતાનો મોબાઇલ આખો દિવસ યુઝ કર્યા કરે છે. મોબાઇલ યુસ કરવાના કારણે લોકોને પોતાની ખાવા-પીવાની પણ ભાન રહેતી નથી.

ઘણા લોકો એવા હોય છે કે તે આખો દિવસ મોબાઈલ વગર રહી શકતા નથી. આ લોકોને સવારમાં ઊઠતાંવેંત જ સૌથી પહેલા મોબાઇલ યાદ આવે છે. તથા રાત્રે મોડે મોડે સુધી જાગીને પણ તે મોબાઈલનો ઉપયોગ કર્યા કરે છે. અવ લોકો જમવા, સમયે ટીવી જોવા સમયે, કામ કરતા સમયે અને સુતા સુતા પણ મોબાઈલનો ઉપયોગ કર્યા જ કરે છે. પરંતુ વધુ પડતો મોબાઈલનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા કામ કે જે કરતા સમયે ક્યારેય પણ ભૂલથી તમારે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ અને જો આમ કરવામાં આવે તો તમને થઈ શકે છે આ નુકસાન.

ક્યારે ન કરવો મોબાઈલનો ઉપયોગ?

અમેરિકાની એક ટીમ દ્વારા થયેલા એક રિસર્ચ ના પરિણામ પરથી એવું જાણવા મળ્યું કે સવારમાં ઉઠ્યા બાદ તુરત જ ક્યારેય મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. કેમ કે આમ કરવાથી તે લોકોને આખો દિવસ સ્ટ્રેસ અને તણાવમાં વધારો થાય છે. આથી સવારમાં ઊઠતાંવેંત ક્યારેય પણ સીધો મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ.

આ રિસર્ચ અનુસાર રાત્રે સૂતા સમયે પણ ક્યારે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. ઘણા લોકોને ટેવ હોય છે કે તે રાત્રે સૂતી વખતે મોબાઈલનો ઉપયોગ કર્યા કરે છે. પરંતુ આ રિસર્ચ પરથી એવું જાણવા મળ્યું છે કે આવું કરવાથી તે લોકો ખૂબ શાંતિથી નીંદર મેળવી શકતા નથી, જેને કારણે અનિદ્રાનો શિકાર બને છે અને તેનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે.

ઘણા લોકોની ઊંઘ જ્યારે રાત્રે ઉડી જાય છે ત્યારે તે લોકો મોબાઈલ લઈને બેસી જાય છે, પરંતુ આ રિસર્ચ પરથી એવું જાણવા મળ્યું છે કે રાત્રે ઊંઘ ઉડી ગયા સમયે ત્યારે પણ મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. આમ કરવાથી તમે અનિદ્રાનો શિકાર બની શકો છો.

કોઈ પણ સારું કાર્ય શરૂઆત કરતા પહેલા પણ ક્યારે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ, કેમ કે આમ કરવાથી તમે તે કાર્યમાં પૂરેપૂરું કોન્સન્ટ્રેટ કરી શકતા નથી જેને કારણે તમને ઈચ્છિત ફળ મળતું નથી.

આ રિસર્ચ અનુસાર એવું જાણવા મળ્યું છે કે કોઈ કાર્ય કરતી સમયે જો મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે તો તમારું તે કાર્ય યોગ્ય રીતે થતું નથી તથા તેના પરિણામ પણ ભયંકર આવી શકે છે. ઘણા લોકો પોતાના જિમ્મેદારી પૂર્ણ કામ દરમ્યાન પણ મોબાઇલનો ઉપયોગ કરતા હોય છે. જેને કારણે તે પોતાના કામમાં ધ્યાન આપી શકતા નથી અને અનેક દુર્ઘટનાઓ નો શિકાર થાય છે.

ઘણા લોકોને ટેવ હોય છે કે તે વાંચતી વખતે વારેવારે પોતાની મોબાઇલ સ્ક્રીન માં જોયા કરે છે. પરંતુ આમ કરવાથી તમે તમારા વાંચન પર પૂરેપૂરો કોન્સન્ટ્રેટ કરી શકતા નથી. આથી જે લોકો કોઈ પરીક્ષાની કે અન્ય કોઈ તૈયારીઓ કરતા હોય તે લોકોએ ક્યારેય પણ વાંચતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

admin

Recent Posts

અભિમન્યુ ને ભૂલી ને અક્ષરા અભિનવ સાથે રોમેન્ટિક થતી જોવા મળશે, સ્ટોરી માં આવશે નવો વળાંક….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં ચાલી રહેલા કોર્ટ રૂમ ડ્રામામાં જીતશે પાખી, તો ભવાની આપશે સઈ ને દગો…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમા ને મેળવવા માટે નીચતા ની હદ પાર કરશે વનરાજ, અનુજને થશે તેની ભૂલનો અહેસાસ…

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

પાખી થી કંટાળીને વિરાટ આપી દેશે છૂટાછેડા, સઈ ફરીથી બનશે ચવ્હાણ પરિવાર ની વહુ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

6 months ago

અનુપમાની રેટિંગ માં થયો ધરખમ ઘટાડો, ગુમ હૈ કિસીકે પ્યાર મેં એ મારી છલાંગ, તો કંઇક આવ્યો રહ્યો યે રિશ્તા નો હાલ….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

6 months ago

માયા બનશે અનુજ ની પત્ની, તો વનરાજ બનશે અનુપમા ના ઘડપણનો સહારો…

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

6 months ago