જો શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની કોઈ જરૂર હોતી નથી. જેમ કે ગીતામા કોઈ પણ જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણની સહી નથી. કચ્છમા આવેલ ઘણા બધા શ્રદ્ધાના સ્થાનો માટે સાચા ઠરે છે.
ભલે પછી તે શ્રાવણ કાવડીયેનુ સ્થાન હોય કે જ્યા વર્ષોથી ચેરીયાને કોઈ અડકી જ શક્યુ નથી, કાવડીયાના કુંડમા ન્હાવાથી ચામડીના રોગ મટી જાય છે, આખુ સણોસરા ગામ રાજાશાહી ના સમયથી નળિયાવાળા મકાનમા જ રહેતુ હોય કે પછી વાગડ મા આવેલ વ્રજવાણી ઐતિહાસિક સતીસ્મારક ખાતે ૫૫૪ વર્ષ પહેલા મૃત્યુ પામેલ ઢોલીનો ઢોલ આજે પણ એના પાળિયામા સદાય ધ્રબુકતો જ હોય છે!
જી હા !આમ તો વ્રજવાણીના ઈતિહાસને લઈને સમાજ, લોકો અને લેખોમા ઘણી અસમંજસ રહેલી છે પણ ઇતિહાસના પાના ઉથલાવીને જોઈએ તો આજથી ૫૫૪ વર્ષ પહેલા વાગડમા વ્રજવાણીમા આહિરો નેસડાઓમા વસવાટ કરતા હતા.
અખાત્રીજના મેળામા એ સમયે યુવાનો મલ્લ-કુસ્તી ના દાવ કરી રહ્યા હતા. બાળકો હીંચકા પર હિલોળા ખાઈ રહ્યા હતા અને નેસડાની લગભગ ૧૪૦ આહિરાણીયુ સવારના પહોરથી ઢોલના તાલે કદમ પર કદમ મિલાવી રમી રહી હતી. ઢોલીની થાપ પડતી ગઈ અને ધ્રુજારી ઉત્પન્ન થતી ગઈ. આહિરાણીયુ હાથીદાંતના જાડા ચૂડલા અને પગમા કાંબી-કડ્લો પહેરી રાસ લેતી રહી અને રાત આખી વીતવા આવી ત્યા સુધી તેઓના પગ થંભ્યા જ નહિ!
સાંજના સમયની પશુઓની દોહાઈ અને રાતનુ ભોજન પણ બાકી હતુ. નાના બાળકો રડતા રડતા ભૂખ્યા પેટે જ સુઈ ગયા હતા. બીજા દિવસના પરોઢના પ્રથમ પહોરે ગામના આહિરો લાલઘુમ થાય ગયા અને સ્થળે જઈને જોયુ તો બધીય આહિરાણીયુ રાસ રમવામા મશગુલ હતી.
ગમે તે પ્રકારે તેઓ ન થોભતા આહિરોએ ગુસ્સામા આવી ઢોલીને તલવાર નો ઘા મારતા તે તત્કાળ મૃત્યુ પામ્યો હતો. પરંતુ શૂરાપુરાની જેમ તેના ધડ અને હાથ ઢોલ પર થાપ પડતા જ રહ્યા હતા.
સુર-સંગીતની પ્રેમી અને કૃષ્ણની ધૂન પર રાસ રમતી આહિરાણીઓ સમી ગોપીઓના પગ થંભી ગયા. ઘરે જવા ઇનકાર કરી તેઓ આ સંગીતના પ્રેમ વિયોગમા તરત એ જગ્યા પર જ પ્રાણ ત્યાગ કર્યો હતો. જે સ્થળ પર આજે પણ તે સતીઓના ૧૪૦ પાળિયા મોજુદ છે.
ઢોલીનો પાળિયો અને નવુ બનેલ સતી સ્મારક આજે પણ આવેલુ છે જેમા ઢોલીના પાળિયામા આજની તારીખે પણ કાન ધરતા એક “બિટ” સંભળાય છે. માઇક્રોવેવ સમી ધ્રુજારી ઉત્પન્ન થાય છે.
વર્ષોથી સંભાળતી આ દંતકથાનો આજે પણ સાક્ષાત્કાર છે. આજના આ વિજ્ઞાનયુગમા આ વાત ભલે આપણે માનીએ કે ન પણ માનીએ પરંતુ એ હકીકત છે. ભલે પછી આ સત્ય પાછળ લોકોની શ્રદ્ધાનુ ચિતભ્રમ હોય કે આ જગ્યાની પ્રવિત્રતા હોય. આજે પણ ધ્રબુકી રહેલ ઢોલીનુ જોમ હોય કે પછી ૧૪૦ આહિરરાણીયુંનુ સત !.
વાત જે પણ હોય પરંતુ આજે પણ અહી આવનારા દરેક પ્રવાસીઓ હોંશે હોંશે આ વાતની અનુભૂતિ કરવા સ્મારકની પાછળ આવેલ ઢોલીના પડીએ કાન જરૂર ધરે છે અને બીટ પણ સંભળાય છે.
તો અમુક પ્રવાસીઓ તો દરેક પાળીયે પાળીયે જઈને અન્ય વાતની સાતત્યતા ચકાસતા હોય છે કે ઢોલીના પાળિયા મા તો અવાજ ધ્રબુકે છે પણ શુ એ ઢોલી બાદ સત લેનાર આહિરાણીયુના પાળિયામા પણ કંઈક છે કે નહિ?.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ સદા પાંચ સદી સુધી આહિરોએ આ સ્થળનુ પાણી હરામ કર્યું હતુ જે ચાર વર્ષ પહેલા અહી સ્મારકના ભૂમિપૂજન બાદ પાણી ગ્રહણ કરયુ હતુ.
તો હાલ આ સ્થળ પ્રવાસીઓ માટે રહસ્ય બની ગયુ છે તો સાતમ-આઠમ નિમિતે અહી સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન પણ કરાયુ છે. તો આ સ્મારકની નજદીક મા સતીઓની યાદગીરીમા જે-તે સમયે તળાવની વચ્ચે ૧૪૦ કુવાઓ પણ બાંધવામા આવેલા છે. જેમા હાલ થોડાક કુવાઓ જ જીવંત રહ્યા છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…