ભારત દેશની અંદર દરેક લોકોને શિક્ષા મેળવવાનું હક મળેલો છે અને ભારત દેશની અંદર દરેક લોકોના બાળકો ને ભણતર મળવું જોઈએ. પરંતુ ભારત દેશમાં ભણતર બરાબર છે પણ બાળકોને ભણવા માટેની સ્કુલો અલગ-અલગ હોય છે. કેમ કે ગરીબ ઘરના બાળકો સરકારી સ્કૂલમાં પોતાના બાળકોને ભણાવે છે જ્યારે પૈસાદાર લોકો એકદમ હાઈ ફાઈ સ્કૂલમા બાળકોને ભણાવતા હોય છે.
પૈસાદાર લોકો પોતાના બાળકોને ભણાવવા માટે ખૂબ જ મોંઘી મોંઘી સ્કૂલોને પસંદ કરતા હોય છે અને આ સ્કૂલોને અંદર પોતાના બાળકોને ભણવા માટે ખૂબ જ ઊંચી ફી પણ ભરતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી સ્કુલ છે જ્યાં બોલિવૂડના સેલિબ્રિટીઓના બાળકો ભણે છે જેની ફી સાંભળીને તમે પણ રહી જશો દંગ. કેમકે આ બાળકો જે સ્કૂલમાં ભણે છે કે સ્કૂલની ફી કેટલી છે તે તેટલી ની અંદર એક આખી સોસાયટીના બાળકો ભણી લે. તો ચાલો જાણીએ કઈ છે આ school અને શું છે તેની ફી.
આમ તો મુંબઈની અંદર ઘણી બધી પ્રખ્યાત સ્કૂલો છે કે જેની અંદર બોલિવૂડના સ્ટાર બાળકો ભણતા હોય છે. પરંતુ આ બધી સ્કૂલોમાં જો સૌથી વધુ ફેમસ કોઇ હોય તો તે છે ધીરુભાઈ અંબાણી સ્કૂલ. આ સ્કૂલની સ્થાપના નીતા અંબાણી દ્વારા કરવામાં આવી છે. આમ જોવા જઈએ તો નીતા અંબાણીએ શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રકારની યોગદાન આપેલા છે પરંતુ સ્કૂલ ની વાત કરીએ આ સ્કૂલ ખૂબ જ ભવ્ય છે. ચાલો જાણીએ શું છે આ સ્કૂલની ફી.
નીતા અંબાણી દ્વારા ચલાવવામાં આવતી આ ધીરુભાઈ અંબાણી સ્કૂલ ની અંદર કે.જી.થી માનડીને સાત ધોરણ સુધીની ભણતર ભણી શકાય છે. આ ઉપરાંત આ સ્કૂલમાં હાયર સેકન્ડરી માટે ૮ થી ૧૦ ધોરણ સુધી ની સુવિધા પણ છે. તથા આજ સ્કુલ ની અંદર તમે ૧૧ ૧૨ ધોરણ ભણી શકો છો. આ સ્કૂલ ની અંદર primary, pre pre-primary ,સેકન્ડરી અને હાયર સેકન્ડરી ધોરણો માટે અલગ-અલગ ફ્રી રાખવામાં આવેલી છે.
હવે જો વાત કરીએ આ સ્કૂલની ફી ની તો અહીંયા pre primary school માં એટલે કે કે જી થી માંડીને સાત ધોરણ સુધીની ફી છે 1,70,000 રૂપિયા જો વાત કરીએ ધોરણ 8 9 10 ની તો આ ધોરણ મા ફી છે 1,85,000 રૂપિયા. છે ને અધધ ફી.
આમ આ સ્કૂલોની ફી જોઈને જ તમને અંદાજ આવી જશે કે આ સ્કૂલ ની અંદર કેટલી ફેસિલિટી આપવામાં આવતી હશે. નીતા અંબાણી દ્વારા ચલાવવામાં આવતી આ સ્કૂલની ફી જોઈને સામાન્ય લોકોને પરસેવો વળી જાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.