આ દિવસથી શરૂ થઈ રહ્યો છે શ્રાવણનો પહેલો સોમવાર. સર્જાય છે એક દુર્લભ સંયોગ..

શ્રાવણનો મહિનો ભગવાન શંકરને સમર્પિત હોય છે. માનવામાં આવે છે કે, આ માસ ભગવાન શંકરને બહુ પ્રિય છે. આ વર્ષે શ્રાવણ ૨૮ જુલાઇથી શરૂ થાય છે. આ પુરા મહિનામાં ભક્તો શંકર ભગવાનને પ્રસન્ન કરવા, એમની આરાધના કરતા હોય છે. એની સાથે વ્રત અને ઉપવાસ પણ કરતાં હોય છે.

પુરાણો ના મત પ્રમાણે કહેવામાં આવે છે કે, શ્રાવણ મહિનામાં શંકર ભગવાનની સાચા દિલથી પૂજા કરવામાં આવે તો, ભગવાન શંકર જલ્દીથી પ્રસન્ન થાય છે. અને એમની દરેક મનોકામના પૂરી કરે છે. પરંતુ આ વર્ષે આવનારો શ્રાવણનો મહિનો કંઈક ખાસ છે કેમકે, આ વર્ષે શ્રાવણ મહિનામાં 19 વર્ષ પછી એક દુર્લભ યોગ બને છે.

દર વર્ષે શ્રાવણનો મહિનો 28 કે 29 દિવસનો હોય છે. પરંતુ આ વર્ષે શ્રાવણ મહિનો પુરા 30 દિવસનો છે. આ સંયોગ કેટલા વર્ષ પછી બની રહ્યો છે. શ્રાવણનો પહેલો સોમવાર 30 જુલાઈ ના છે. આ વર્ષે શ્રાવણ મહિનો 30 દિવસનો હોવા પાછળનું કારણ અધિક માસ છે.

શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, જે 26 ઓગસ્ટ રક્ષાબંધન ના દિલ સે પૂર્ણ થશે. આ શ્રાવણ મહિનામાં ચાર સોમવાર આવે છે. જેને કારણે આ શુભ યોગ બને છે. શ્રાવણ મહિનાના સોમવાર માં વ્રત રાખવાથી અને શિવલિંગ પર જળ ચઢાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

ભગવાન શંકરની ભક્તિ કરવા વાળા ક્યારેય પણ ખાલી હાથે જતા નથી. ભગવાન શિવ દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. એમની ભક્તિથી ક્યારે પણ દરિદ્રતા કે ધનનો અભાવ આવતો નથી. દરિદ્રતા અને ધનના અભાવથી દૂર રહેવા, આ શ્રાવણ મહિનામાં આ વિશેષ મંત્ર અને પદ્ધતિથી કરો શિવની પૂજા.

ધન સંબંધી પરેશાની માટે સોમવારે આ મંત્રનો જાપ કરો.

मन्दारमालाङ्कुलितालकायै कपालमालांकितशेखराय।
दिव्याम्बरायै च दिगम्बराय नम: शिवायै च नम: शिवाय।।
श्री अखण्डानन्दबोधाय शोकसन्तापहारिणे।
सच्चिदानन्दस्वरूपाय शंकराय नमो नम:॥

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *