સામાન્ય રીતે આપને લગ્ન વિશે એવું કહેતા સાંભળ્યું હશે, કે જો તમે લગ્ન નથી કર્યા હોય તો લગ્નથી દૂર રહેજો. કિન્તુ આજે અમે તમને કંઈક એવું બતાવવા જઈ રહ્યા છે, કે જેને સાંભળીને તમે જાતે જ લગ્ન માટે આગળ આવી જશો. ખરેખર આજે અમે તમને એવી જગ્યા વિશે બતાવવા જઈ રહ્યા છે, જ્યાં તમે લગ્ન કરી લો તો તમને નોકરીની જરૂર નહીં પડે.
અહી મળતા રીપોર્ટ પ્રમાણે સામે આવેલા સમાચાર મુજબ જો તમે આઇસલેન્ડની કોઈ પણ છોકરી સાથે લગ્ન કરો, તો ત્યાંની સરકાર તમને દરમહિને 3 લાખ રૂપિયા આપશે અને તેની સાથે તમને ત્યાંની નાગરિકતા પણ મફતમાં મળશે. જી હા ચોંકતા નહીં, ખરેખર એની પાછળ એક કારણ છુપાયેલું છે.
આ દેશમાં પુરુષની સંખ્યા ઘણી ઓછી હોવાના કારણે એવું કરવામાં આવી રહ્યું છે. આ ઓફર પ્રમાણે છોકરો પોતાની પસંદની કોઈ પણ છોકરી સાથે લગ્ન કરી શકે છે. પરંતુ પછી તેણે ત્યાંજ રહેવું પડશે.એમ તો આ બાબતે સત્ય કંઈક બીજું સામે આવ્યું છે.
આ પ્રથા ‘ધ સ્પિરિટ વહિસ્પર્સ’ નામના એક બ્લોગથી શરુ થઇ, જ્યાં આ વાત લખેલી હતી. અને તેના પછી ઘણી વેબસાઇટોએ આ બાબતને સમાચાર બનાવી પ્રકાશિત કરી દીધી. આ સમાચાર સામે આવતા આઇસલેન્ડની અનેક છોકરીઓએ પણ બીજા દેશના છોકરાઓને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવાની શરુ કરી દીધી હતી.
આ ઘટનાના થોડા સમય બાદ આઇસલેન્ડની સરકારે આ વાતની ચોખ્ખી ના પાડી દીધી અને સાથે-સાથે જે છોકરીઓએ બીજા દેશના છોકરાઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલેલી એમના પર કાર્યવાહી કરવાની વાત કરી.