મિત્રો ઘણી વખત આપણી આસપાસ અનેક પ્રકારની ઔષધિઓ હોય છે. પરંતુ તેના ઉપયોગની સમજ ના ભાવે આપણે તેના ગુણો વિશે જાણી શકતા નથી. ઔષધશાસ્ત્ર ની અંદર બતાવવામાં આવ્યું છે કે તમારી આસપાસ મળી આવતા નાના-નાના છોડ દ્વારા પણ તમે ઇલાજ કરી શકો છો અનેક રોગો નો. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવા જ એક ઔષધીય ગુણો ધરાવતા છોડ વિશે કે જે તમારી આસપાસ દરેક જગ્યાએ જોવા મળે છે પરંતુ તમે તેના ગુણોથી હજી સુધી અજાણ છો.
તમારી આસપાસ થતી આ ઔષધીય છોડ નું નામ છે લુણી. સામાન્ય રીતે આ લુણી કોઈપણ જગ્યાએ જોવા મળે છે. ખાસ કરીને ખેતર ની અંદર ખેડૂતો આ લુણીના છોડને નિંદામણ સમજીને તેને દૂર કરી નાખે છે. પરંતુ તે ખેડૂતોને ખ્યાલ નથી કે આ લુણી તેના માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને આ જ લુણી ઈલાજ છે અનેક રોગોનો. તો ચાલો જાણીએ આ લુણી ના ફાયદાઓ.
લુણી નું સેવન કરવાથી તમે કેન્સર જેવી ખતરનાક બીમારીથી પણ રાહત મેળવી શકો છો. કેન્સરની બીમારીથી પીડાતા લોકો જો લુણી નું સેવન કરે તો તેના શરીરમાં રહેલા કેન્સરના કોષોને તે ધીમે ધીમે દૂર કરે છે અને તેને કેન્સર જેવી ગંભીર બીમારીમાં પણ રાહત મળે છે.
લુણી ના છોડમાં ભરપૂર માત્રામાં વિટામીન, કેલ્શિયમ, પ્રોટીન અને ઇમ્યુનિટી વર્ધક દ્રવ્યો હોય છે જે તમારા શરીરને જરૂરી દરેક પોષક તત્વો પૂરા પાડે છે. અને આથી જ આ લુણી નું સેવન કરવાથી તમે કાયમી માટે રહી શકો છો સ્વસ્થ.
જો તમારા શરીરમાં હિમોગ્લોબીનની માત્રા ઘટી હોય તો આ લુણી ના છોડ નું સેવન કરવાથી તમારા શરીરમાં હિમોગ્લોબીન ની માત્રા વધી જશે અને આથી જ તમારા શરીરમાં નવું લોહી બનવાની શરૂઆત થશે.
હૃદયની બીમારી ધરાવતા લોકો માટે લુણી એ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે, લુણીના સેવનના કારણે તેના શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર થાય છે અને આથી જ તેનું હદય કાયમી માટે રહે છે તંદુરસ્ત.
લુણી ની અંદર રહેલ કેલ્શિયમ તમારા શરીરના હાડકાને મજબૂત કરે છે. આથી જ સાંધાની બીમારીથી પીડાતા લોકો માટે લુણી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
આમ આપણી આસપાસ મળી આવતી આ લુણી ને આપણે એક સામાન્ય નિંદામણ સમજીને દૂર કરી દઈએ છીએ પરંતુ આ લુણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.