આ છે દુનિયાની સૌથી લાંબી કાર જેની અંદર હતી સ્વિમિંગ પૂલ થી માંડી હેલીપેડ સુધીની ફેસિલિટી.

દરેક લોકોનું સ્વપ્ન હોય છે કે તે અને તેનો પરિવાર હંમેશાને માટે સારી એવી ગાડીમાં જ ફરતો હોય. ઘણા લોકોનું સ્વપ્ન એવું પણ હોય છે, કે તેની પાસે દુનિયાની સૌથી લાંબામાં લાંબી અને લકઝરીયસ કાર હોય. જે લઈને તે સમગ્ર વિશ્વની શેર કરે. હવે સમગ્ર વિશ્વના લોકો ફક્ત અને ફક્ત તેને જ જુએ આ ઉપરાંત એવી પણ ઈચ્છા હોય છે કે તમારી આ ગાડી ની અનદર દુનિયાની બધી જ સુવિધાઓ મળી રહે છે. જેથી કરીને તમારે આ ગાડીની બહાર ક્યારેય પગ ન મુકવો પડે.

પરંતું આપણે જેવી ગાડી ની વાત કરી રહ્યા છીએ તેવી ગાડી દરેક માટે લેવી અશક્ય બની રહે છે। કેમકે આ ગાડીઓ ની કિંમત દરેક લોકોને પરવડે તેટલી હોતી નથી. સામાન્ય રીતે ગાડીઓના પ્રકારની અંદર આપણે જે લાંબી કાર ની વાત કરી રહ્યા છીએ તે લાંબી કારને લિમોઝીન કહેવામા આવે છે. લિમોઝીન એ કોઇ કારની કંપની નથી પરંતુ તે કાર નો પ્રકાર છે કે ખૂબ લાંબી કારને લિમોઝીન કાર કહેવામાં આવે છે.

સામાન્ય રીતે ઘણી કાર ઉત્પાદક કંપની ઓ આવી લિમોઝીન કાર બનાવે છે. પરંતુ દરેક કાર ઉત્પાદક કંપની આ કાર તમારી જરૂરિયાત મુજબની બનાવી દે છે। આ કારને રિસેલ વેચાણ માટે બનાવવામાં આવતી નથી. પરંતુ જયારે તમારે આવી કોઈ સ્પેશિયલ કાર બનાવવી હોય ત્યારે તેને તમારા સ્પેશિયલ ઓર્ડર દ્વારા જ બનાવવામાં આવે છે અને આ કારની અંદર તમારે જોઈતી એવી દરેક સુખ સુવિધાઓ તમે તેની અંદર ઉમેરી શકો છો.

આજે અમે એવી જ એક લિમોઝીન કાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને એક કાર ઉત્પાદક કંપનીએ ઓર્ડર દ્વારા બનાવવામાં આવેલી હતી. આ લિમોઝીન કાર નું નામ રાખવામાં આવ્યું હતું “અમેરિકન ડ્રીમ કાર”. અંદાજે 100 મીટર જેટલી લાંબી આ કાર ને વિશ્વની સૌથી લાંબી કારનો વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે॰ કેમ કે અત્યાર સુધીમાં આનાથી વધુ લાંબી કાર કયારે બનાવવામાં આવી નથી અને ભવિષ્યમાં કદાચ ક્યારેય બનશે પણ નહીં. અને આથી જ આ કારને નામ આપવામાં આવ્યું છે અમેરિકન ડ્રીમ કાર.

હવે જો વાત કરીએ આ કારની અંદર રહેલી ફેસિલિટી ની તો આ કાર ને જો અંદરથી જોવામાં આવે તો કોઈ ઓર્ડિનરી કાર જેવું ન લાગતા તે અંદરથી એક ફાઈવ-સ્ટાર હોટલ જેવી લાગે છે. જી હા આ કારનું ઈન્ટિરિયર એ રીતના ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે કોઈ ફાઈવ-સ્ટાર હોટલ જેવી જ લાગે. આ ઉપરાંત આ કારની અંદર તમે વિશ્વાસ નહીં કરો પરંતુ એક હેલીપેડ અને સ્વીમીંગ પુલ પણ આવેલું છે. આ ઉપરાંત આ કારની અંદર આરામ ફરમાવવા માટે એક બેડ પણ આપેલો છે.

1980 ના દશકની અંદર બનાવવામાં આવેલી આ કાર અત્યાર સુધી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સૌથી લાંબી કારનું ખિતાબ મેળવેલ છે. આ કારની અંદર ડ્રાઈવર અને પેસેન્જરની સ્પેસ એકદમ અલગ જ છે. આ ઉપરાંત આ કારની વિશેષતા ની વાત કરીએ તો આ કારને એ રીતે ડિઝાઇન કરવામાં આવી હતી કે આ કારને તમે આગળ અને પાછળ બંને સાઇડ ચલાવી શકો છો અને તમે આગળની સાઈડ અને પાછળની સાઇડ કોઇપણ સાઇડ ચલાવી શકાય છે.

આકાર ની લંબાઈ એટલી હતી કે જો કોઈ વ્યક્તિ આખી કારની ચક્કર લગાવી લે તો તેને મોર્નિંગ વોક થઈ જાય તેવું માનવામાં આવતું હતું. વિશ્વની સૌથી લાંબી અને એક સમયની અજાયબી ધરાવતી આ કારની હાલમાં ખસ્તા હાલત ની અંદર છે. આકારના બારી તથા દરવાજાઓ પણ તૂટી ગયા છે. અને તેની બોડી પણ ધીમે-ધીમે કાટ ખાવા માંડી છે. પરંતુ આ કારને ફરીથી રિનોવેટ કરવાની વાત પણ ચાલી રહી છે.

આમ પોતાના સમયની ખૂબ જ ભવ્યતા ધરાવતી આ કાર હજી પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની અંદર સૌથી લાંબી કાર નો ખિતાબ મેળવી ને પ્રથમ નંબરે છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *