આ છે બોલિવૂડના 10 ખતરનાક ખલનાયકના દીકરાઓ, જુઓ તસવીરો.

મિત્રો સામાન્ય રીતે કોઈપણ ફિલ્મ ની અંદર હીરો ને વધુ પસંદ કરવામાં આવે છે. પરંતુ ધીમે ધીમે હવે બોલિવૂડનો સિનારિયો બદલાતો જાય છે. કેમ કે લોકોને હવે હીરો કરતા વિલન વધુ પસંદ આવે છે. મોટા પરદા પર વિલન દ્વારા કરવામાં આવેલી એક્ટિંગ લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હાલમાં જ રિલીઝ થયેલા અનેક પિક્ચરો ની અંદર હીરો કરતા વિલનનાં આ પાત્રને ખૂબ વધુ સરાહના મળી છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બોલિવૂડના 10 એવા વિલન અને તેના દીકરા ની તસ્વીરો.

ડેની ડેન્ઝોપ્પા અને તેના પુત્ર રીનજીન્ગ ડેન્ઝોપ્પા.

મશહૂર વિલન ની વાત થતી હોય અને તેમાં ડેની ડેન્ઝોપ્પા નું વાત ન આવે એવું તો શક્ય જ નથી. બોલીવુડ મુવી ની અંદર પોતાની આંખોથી જ લોકોને ડરાવી દેનાર આ મશહૂર કલાકાર અને તેના પુત્ર દેખાય છે કંઇક આવા. ડેની ડેન્ઝોપ્પા નો પુત્ર આવનારા સમયમાં બોલિવૂડમાં પદાર્પણ કરવાની તૈયારી કરી રહ્યો છે.

રજા મુરાદ અને અલી મુરાદ.

એકદમ ખતરનાક વિલનની ભૂમિકા ભજવનાર રજા મુરાદ ખૂબ જ ઉમદા પ્રકારના એક્ટર હતા. તેમણે તાજેતરમાં જ આવેલી ફિલ્મ પદ્માવતી ની અંદર પણ કામ કરેલું છે. તેમના પુત્ર અલી હાલમાં લંડન ની એક એક્ટિંગ સ્કૂલ ની અંદર તાલીમ લઈ રહ્યા છે અને ભવિષ્યમાં તે પણ બોલિવૂડમાં પદાર્પણ કરવાના છે.

કબીર બેદી અને અહેમદ બેદી.

કબીર બેદી બોલિવૂડનો સૌથી હેન્ડસમ વિલન હતો. તેણે લોકોની અંદર ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી હતી. તેમનો પુત્ર અહેમદ બેદી હાલમાં તેટલો જ સુંદર છે. અહેમદ બેદી હાલમાં ઇન્ટરનેશનલ મોડેલ તરીકે કામ કરે છે.

એમ.બી શેટ્ટી અને રોહિત શેટ્ટી.

બોલિવૂડના ખૂબ જ પ્રખ્યાત અને નવોઢા ડાયરેક્ટર રોહિત શેટ્ટી ખરેખર બોલિવૂડના ખૂબ જ ખૂંખાર વિલન એવા એમ.બી શેટ્ટી ના પુત્ર છે. એમ. બી શેટ્ટી 80-90 ની દશકના ખૂબ જ પ્રખ્યાત વિલન માંના એક હતા.

શક્તિ કપૂર અને સિધ્ધાંત કપૂર.

ખૂંખાર વિલનની સાથે ખૂબ જ સારી એવી કોમેડિ મિશ્રણ કરનાર શક્તિ કપૂર ને દરેક લોકો ઓળખે જ છે. તે પોતાના સમયના સર્વશ્રેષ્ઠ એક્ટર માનવામાં આવતા હતા. સિદ્ધાર્થ કપૂર શક્તિ કપૂરના પુત્ર છે અને શક્તિ કપૂર થી પણ વધુ ટેલેન્ટેડ છે. તેણે બોલિવૂડમાં પોતાનું પદાર્પણ કરી લીધું છે.

અમજદ ખાન અને શાબદ ખાન.

સમગ્ર બૉલીવુડ ઇન્ડસ્ટ્રી ની અંદર ગબ્બરના નામથી પ્રખ્યાત થયેલ અમજદખાન ખૂબ જ ખૂંખાર વિલનના પાત્ર ભજવી ચૂક્યા છે. સોલે ફિલ્મ ની અંદર તેણે નિભાવેલ ઐતિહાસિક પાત્ર ની અંદર તેણે ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી છે. તેના પુત્ર શાદાબખાન પણ બોલિવૂડના પ્રસિદ્ધ એક્ટરોમાં ના એક છે.

ગુલશન ગ્રોવર અને સંજય ગ્રોવર.

બોલિવૂડના વિલન ની વાત થતી હોય અને તેમાં બેડમેન નું નામ ન આવે એવું શક્ય જ નથી. બોલિવૂડની અંદર ડેડમેનના નામથી પ્રખ્યાત થયેલા ગુલશન ગ્રોવરના પુત્ર સંજય ગ્રોવર ખૂબ જ સફળ બિઝનેસમેન છે.

દિલીપ તાહિલ અને ધ્રુવ તાહિલ.

દિલીપ તાહિલને બૉલીવુડના પ્રખ્યાત વિલનો માંથી એક માનવામાં આવે છે. તેમના પુત્ર ધ્રુવ લંડન માં એક મોડેલ તરીકે કામ કરે છે.

અમરીશ પુરી અને રાજીવ પુરી.

બોલીવુડ ની અંદર અમરીશ પુરી જેવો ઉમદા કલાકાર ભાગ્યે જ જોવા મળે છે. આજે પણ લોકો તેમના જેવી એક્ટિંગ કરી શકતા નથી. તેમણે ફિલ્મો ની અંદર ભલે જ વિલનનો રોલ કર્યો હોય પરંતુ હકીકતમાં તે ખૂબ જ સારા ઇન્સાન હતા. તેમના પુત્ર રાજીવ પૂરી આજે એક નેવિગેટર તરીકે કામ કરે છે.

મેકમોહન અને વિક્રાંત મોહન.

શોલે ફિલ્મ થી પ્રખ્યાત થયેલા મેકમોહન સાંભાના રોલ દ્વારા ઘણી લોકચાહના મેળવી હતી. આજે તેનો પુત્ર વિક્રાંત મોહન પણ મુવી ની અંદર કામ કરે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *