આજે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની અંદર પણ ભોજપુરી ફિલ્મોના ગીત ખૂબ જ પ્રખ્યાત થયા છે. સમગ્ર ભારત દેશની અંદર દરેક જગ્યાએ ભોજપુરી ગીત નો બોલબાલા જોવા મળે છે. કેમકે ભોજપુરી સિનેમા ની અંદર આવતા ગીતો લોકોને નાચવા માટે મજબૂર કરી દે છે. આજે ભોજપુરીની અંદર પણ બનાવવામાં આવતી અને પિક્ચરો ખૂબ જ હિટ જાય છે અને બોલીવૂડ ઇન્ડસ્ટ્રીની જેમ જ તેની અંદર પણ ઘણા કલાકારો કામ કરતા હોય છે.
સામાન્ય રીતે આપણે એવું માનતા હોય છે કે જે પિક્ચરો ની કમાણી વધુ હોય તે પિક્ચરના હીરો અથવા હિરોઈન વધુ રૂપિયા કમાતા હોય છે અથવા તો તે વધુ ફી વસૂલતા હોય છે અને જે પિક્ચરો નાના બજેટની હોય તે પિક્ચરના કલાકારોને ઓછા મળતા હશે. પરંતુ આપણી આ માન્યતા ખોટી છે કેમકે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા કલાકારો એવા છે કે જે બોલિવૂડના કલાકારો ની કમાણી ને પણ ટક્કર મારે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આજ ભોજપુરી ઇન્ડસ્ટ્રી એવી છ અદાકારાઓની કમાણી વિશે કે જેણે બોલિવૂડના અનેક કલાકારોને પાછળ રાખી દીધા છે.
રીન્કુ ઘોષ
રીન્કુ એ અનેક તેલુગુ અને હિન્દી ફિલ્મોની અંદર કામ કર્યું છે અને ત્યારબાદ તેણે ભોજપુરી ફિલ્મોની અંદર પણ પોતાનો હાથ અજમાવ્યો હતો આજે તે ભોજપુરી ફિલ્મોની એક માહિતી હિરોઈન છે અને તે એક ફિલ્મ માટે આ બે થી ત્રણ લાખ વસુલે છે.
પ્રિયંકા પંડિત
પ્રિયંકા પંડિત ભોજપુરી ફિલ્મની ટોપ 5 હિરોઈનો માંની એક છે. તે પોતાના બોલ્ડ અંદાજ માટે દર્શકોના દિલો પર રાજ કરેછે તે ભોજપુરી ફિલ્મ કરવા માટે ૪ થી ૫ લાખ રૂપિયા ફી વસુલે છે.
કાજલ રાઘવાની
ભોજપુરી ફિલ્મ ની અંદર કાજલ પોતાની એક્ટીંગ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેણે આની અંદર પોતાની એક્ટિંગ નો સિક્કો જમાવ્યો છે તે એક ફિલ્મ માટે 5 થી 6 લાખ વસૂલ કરે છે.
મોનાલીસા
ભોજપુરી ફિલ્મની અંદર મોનાલીસા ના નામથી પ્રખ્યાત થયેલી અદાકારા નું સાચું નામ અંતરા વિશ્વાસ છે. તેણે તાજેતરમાં જ બિગ બોસના શો મા ભાગ લીધો હતો અને તેમાં તેણે ઘણો સારો દેખાવ પણ કર્યો હતો. તેણે ભોજપુરી ફિલ્મની અંદર ઘણા બોલ્ડ સીન પણ આપ્યા છે. તે પોતાની એક પિક્ચર માટે ૬ થી ૯ લાખ વસૂલ કરે છે.
રાણી ચેટરજી
ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ હિરોઈન કોઈ હોય તો તે છે રાણી ચટર્જી રાણી ચેટરજીએ કોઈપણ હીરો વગર અનેક ફિલ્મો ને સફળ બનાવી છે અને આથી જ રાની ચેટરજી ભોજપુરીમા એક ફિલ્મ 5 થી 8 લાખ સુધીની ફી વસૂલ કરે છે.
આમ્રપાલિ દુબે
ભોજપુરી ઇન્ડસ્ટ્રીની અંદર આમ્રપાલિ દુબે નું નામ ટોપ ઉપર આવે છે। આ અદાકારાને બોલ્ડ સીન ભજવવાના હોય કે પછી સંસ્કારી સીન ભજવવાના હોય તે દરેક રોલમાં ખરી નીવડે છે. તે ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ફિલ્મ કરવા માટે 9 થી 10 લાખ વસૂલ કરે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.