આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ કે મોટાભાગના બાળકો એક જ સ્કુલ અને એક જ કોલેજમાં સાથે ભણતા હોય છે અને જ્યારે તે પોતાની કોલેજ પૂરી કરી લે છે અને પોતપોતાના કામ ધંધામાં લાગી જાય છે ત્યારે તમે એ બંને વ્યક્તિની કમ્પેરીઝન કરતાં જણાશે કે એ બંને વ્યક્તિની આવકમાં ઘણો ફેરફાર હોઈ શકે છે.
એક વ્યક્તિ ની સેલેરી ખૂબ સારી હોય છે જ્યારે બીજો વ્યક્તિ તેના જેટલો જ હોશિયાર અને તેના જેવી જ ભણતર હોય આમ છતાં પણ તેની સેલરી પહેલા વ્યક્તિ કરતાં ઓછી હોય છે અને ત્યારે વ્યક્તિ પોતાની કિસ્મતને દોષ આપતા હોય છે કે તેની કિસ્મત માં પૈસા નથી. પરંતુ હકીકતમાં આ વાત ખોટી છે અહીંયા વાત તમારી કિસ્મતનો નથી પરંતુ વાત છે તમે કંઈ કંપનીમાં કામ કરી રહ્યા છો તેનો.
તમારી સેલેરી ઘણી બાબતો પર નિર્ભર કરતી હોય છે તમે કંઈ કંપનીમાં કામ કરો છો, તમે કયા દેશમાં કામ કરો છો તમે કેટલા સમય માટે કામ કરો છો વગેરે વગેરે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ પાંચ એવી જગ્યાઓ વિશે કે જ્યાં કામ કરવાથી તમને મળશે વિશ્વની સૌથી વધુ સેલેરી. આ જગ્યાએ કામ કરવાથી તમે મહિનાના ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયા કમાઈ શકો છો.
સ્વીઝરલેન્ડ :-
બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં સ્વીઝરલેન્ડ ને રોમાન્સ ની નગરી કહેવામાં આવે છે કેમકે આ જગ્યા પર હોલિવુડ પિક્ચર ના ઘણા-ખરા સીનો ઉતારવામાં આવેલા હોય છે. પરંતુ સ્વીઝરલેન્ડ એક એવી જગ્યા છે કે જે જગ્યાએ કામ કરવાથી તમે સૌથી વધુ પૈસા કમાઈ શકો છો. સ્વીઝરલેન્ડની અંદર કામ કરવાવાળા માણસો દર વર્ષે એવરેજ 60 થી 65 લાખ રૂપિયા કમાતા હોય છે. આ હિસાબ થી વાત કરીએ તો અહીંના લોકો દર મહિને પાંચથી 5.30 લાખ રૂપિયા જેવી સેલેરી મેળવતાં હોય છે.
અમેરિકા :-
નોકરી અને સેલેરી ના હિસાબથી વાત કરીએ તો અમેરિકા સમગ્ર વિશ્વમાં બીજા નંબર પર આવે છે અહીંયા કામ કરતા લોકો દર વર્ષે અંદાજે રૂપિયા ૪૦ થી ૪૫ લાખ કમાતા હોય છે. આથી અમેરિકા પણ એક એવી જગ્યા છે કે જ્યાં કામ કરવાથી તમે પણ લાખો રૂપિયા કમાઈ શકો છો.
યુરોપ :-
યુરોપ ની અંદર આવેલા ઘણા નાના-મોટા દેશની અંદર સેલેરી ની વાત કરવામાં આવે તો ત્યાં ભરપૂર માત્રામાં સેલેરી આપવામાં આવે છે. અહીંના દેશો પ્રદેશમાં ઘણા નાના છે પરંતુ તેની સેલેરી ખૂબ વધુ છે. આ યુરોપની અંદર કામ કરતા લોકો દર વર્ષે એવરેજ રૂપિયા 40 લાખ સુધીની કમાણી હોય છે.
હોંગ કોંગ :-
હોંગકોંગ પર આમ તો ચીનનો કબજો છે. પરંતુ અહીંયા કામ કરતા લોકો ચીનના લોકો કરતાં પણ વધુ પૈસા કમાય છે. અહીંયા કામ કરતા લોકો દર વર્ષે 30 લાખ થી પણ વધુ રૂપિયા કમાય છે.
જાપાન અને જર્મની :-
સેલેરી ની બાબતમાં જાપાન અને જર્મની સમગ્ર વિશ્વમાં પાંચમાં નંબર પર આવે છે અહિયા કામ કરતા લોકો દર વર્ષે અંદાજે ૩૦ લાખ રૂપિયા જેટલી કમાણી કરે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.