ઘણા ફોટોગ્રાફરો એવા હોય છે કે જે કોઇ પણ વસ્તુને અમુક એવા એંગલથી પોતાના ફોટામાં કેપ્ચર કરે છે કે જેથી પ્રથમ નજરે જોનાર વ્યક્તિ તે ફોટાને સામાન્ય રીતે સમજી ન શકે. તે વસ્તુ દેખાવમાં ખૂબ જ સિમ્પલ હોય છે પરંતુ ફોટોગ્રાફરની ફોટો ક્લિક કરવાની કળા તે ફોટો અને વિશિષ્ટ બનાવી દે છે. આવા ફોટા ને એક નજરે જોતા પહેલા તો કંઈક અલગ વસ્તુ જ લાગે છે. પરંતુ જ્યારે તેને બીજી કે ત્રીજી વખત જોઈએ છીએ ત્યારે આપણને તે ફોટો સમજાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ 10 એવા પિક્ચરો કે જે જોઈને તમે પણ પહેલી નજરે નહીં સમજી શકો અને જો સમજી જાવ તો તમારી સમજશક્તિને સલામ.
આવું ત્યારે જ શક્ય છે જ્યારે કુદરત પોતાની સુંદરતાથી ખીલી ઉઠી હોય. અહીં બરફ માંથી બનેલી એક કુદરતી પ્રતિકૃતિ જોઈને તમને લાગશે કે આ કોઈ વ્યક્તિ એ બનાવેલ કારીગરી છે પરંતુ હકીકતમાં આ કુદરતની કારીગરી છે.
આ ઘરમાં કોઈ મોટા જીગર વાળો વ્યક્તિ જ પ્રવેશ કરવાની હિંમત કરી શકે તેમ છે. કેમકે એક નજરે જોતા આ ઘર ફક્ત એક સ્તંભ ઉપર હોય તેવું લાગે છે.
પૃથ્વી પર ગુરુત્વાકર્ષણને કારણે કોઈપણ વસ્તુ હવામાં રહી શકતી નથી. પરંતુ આ પિક્ચર ની અંદર દર્શાવેલ આ પથ્થરો ગુરુત્વાકર્ષણના નિયમો થી વિપરીત કાર્ય કરે છે અને પોતાના બેલેન્સ જાળવી રાખી છે.
આ પિક્ચર ની અંદર આ વ્યક્તિની કોઈ કારીગરી નથી પરંતુ આ કમાલ છે ફિઝિક્સની. આથી જ કહેવામાં આવે છે કે હંમેશા ફિઝિક્સના ક્લાસમાં ધ્યાન રાખવું જોઈએ.
આ પિક્ચર ની અંદર કોનું શરીર છે અને કોનું માથું તે નક્કી થઈ શકે તેવું નથી.
ફૂગા ના આ ફોટાને જોઈને માત્ર એક જ પ્રશ્ન થશે કે આખરે કઈ રીતે?
આ ફોટો જોઇને કોઈ નક્કી નહીં કરી શકે કે ખરેખર આ ફોટો છે શેનો પરંતુ આ છે નેધરલેન્ડ મુશા બ્રિજ ની તસવિર.
શું આવું ખરેખર શક્ય બની શકે છે કે આ માત્ર આપણા દ્રષ્ટિનો એક ભ્રમ છે.
આ ફોટો જોતા એક નજરે તમને આ વસ્તુ ગળે નહિ ઉતરે. કેમ કે કોઈપણ વ્યક્તિ દરિયાની અંદર બાઈક કઈ રીતે ચલાવી શકે પરંતુ આ ફોટાની અંદર ફોટોગ્રાફરની કારીગરી દેખાઇ આવે છે અને તેની ક્લિક કરવાની ટાઈમિંગ ખુબ જ જોરદાર છે.
જોતાં જ દિમાગ ઘુમિ જશે કેમ કે અત્યાર સુધી તમે સ્પાઇડર મેન નું નામ સાંભળ્યું છે. પરંતુ ક્યારેય સ્પાઈડર કાર જોઈછે. નહીં તો જોઈ લો આ તસવીર.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.