આપણે દરેક લોકો જાણીએ છીએ કે દૂધ પીવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે દૂધની અંદર રહેલા પૌષ્ટિક તત્વો તમારા શરીરને જરૂરી એવી તાકાત પુરવાર કરે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી વસ્તુ વિશે કે જે દૂધની સાથે ભેળવીને પીવાના કારણે તમારા શરીરની અંદર રહેલી કમજોરી ફટાફટ દૂર થઈ જાય છે અને તમે પણ બની જાવ છો એકદમ તંદુરસ્ત અને તાકાતવાર.
અમે જે વસ્તુની વાત કરી રહ્યાં છીએ તેનું નામ છે ગુંદ. સામાન્ય રીતે ગુંદ સ્વાદવિહીન, ગંધવિહીન અને ચીકણો પદાર્થ છે. જેને પાણીમાં રાખવાના કારણે તે પાણીમાં ઓગળી જાય છે. બજારમાં કરિયાણાની દુકાને થી તમને આ ગુંદ ખૂબ આસાનીથી મળી રહેશે. જો તમે આ ગુંદ વાળા દૂધ નું પાંચ દિવસ સુધી સેવન કરશો તો તમારા શરીરની કમજોરી ફટાફટ દૂર થઈ જશે.
કઈ રીતે કરશો સેવન?
આના માટે એક ગ્લાસ ગરમ દૂધ ની અંદર અંદાજે એક ચમચી જેટલો ગુંદ મેળવી અને તેનું સેવન કરવું જોઈએ. જો એકધારા પાંચ દિવસ સુધી સવારે અને સાંજે આ દૂધનું સેવન કરવામાં આવે તો તેનો ખૂબ જ ફાયદો પહોંચે છે અને તમારા શરીરમાં રહેલી દરેક પ્રકારની કમજોરીઓ દૂર થઈ જાય છે અને તમારી તાકાતમાં વધારો થાય છે.
સામાન્ય રીતે ગુન ની અંદર રહેલા તત્વો જ્યારે દૂધની સાથે તમારા શરીરમાં જાય છે ત્યારે તે તમારા શરીરની અંદર રહેલી બધી જ કમજોરી અને દૂર કરી દે છે અને તમારા શરીરમાં એકદમ નવી એનર્જી પ્રદાન કરે છે. જેના કારણે તમારું શરીર ધીમે ધીમે તાકાતવાન બનતું જાય છે અને તમને પણ નવા કામ કરવાનો જોશ જાગી ઊઠે છે. તથા જે લોકોને વારંવાર નાના નાના કામમાં પણ થાકી જતો હોય તેવા લોકો માટે પણ આ દૂધ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.