આપણે ત્યાં કહેવત છે કે ભોજન મોમા ખાતા પહેલા આંખોથી ખાવામાં આવે છે. કેમકે જે ભોજન આપણી આંખોને ગમે છે તે ભોજન ખાવાની મજા ખૂબ વધુ આવે છે. સ્વાદમાં ગમે તેટલું સ્વાદિષ્ટ ભોજન હોય પરંતુ જો તે દેખાવમાં વધુ સારું ન હોય તો તે ભોજનનો કોઈ અર્થ રહેતો નથી. આથી મોટા મોટા રેસ્ટોરન્ટમાં પણ તમારું ભોજન ખૂબ જ સુંદર ડીશોની અંદર સજાવીને આપવામાં આવે છે. જેથી તેનો સ્વાદ બમણો થઈ જાય.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવી જ ડીશોની તસવીરો કે જે દેખાવમાં એટલી સુંદર છે કે તેને જોઇને એક વખત તો તેને ખાવાનું મન થાય જ છે. પરંતુ સાથે સાથે આ ડીસોની સજાવટમાં કરેલી કારીગરી જોઈને તમને ડીસોની ડિઝાઇન વિખાવાનું મન નહીં થાય. તો ચાલો એક નજર કરીએ ખૂબ જ સુંદર ડિઝાઈન કરેલી આ અમુક ડીસો પર.
તમે જોઇ શકો છો કે આ પ્લેટ ની અંદર ભાત અને દાળ તથા અન્ય અલગ અલગ પ્રકારની શાકભાજી દ્વારા અમુક એવી ડિઝાઈન બનાવવામાં આવી છે જે અદ્વિતીય છે. આ ડિઝાઇનો જોઈને જ તમને આ પ્લેટ ખાઈ જવાનું મન થાય છે.
આ ડિશોની સજાવટ જોઈને જ તમે સમજી જશો કે આ ડિશ તૈયાર કરવા માટે કેટલો સમય અને કેટલી હુન્નર ની જરૂર પડી હશે.
આ ડિઝાઇનો ની અંદર ભાતની કંઇક એ રીતે ગોઠવણ કરવામાં આવી છે કે જેથી ભાત સાથે ખાવામાં આવતી બીજી વાનગીઓ એકબીજાથી અલગ બની રહે.
મિત્રો અમને આશા છે કે તમે પણ આ તસવીરો જોઈને તમારી ભૂખને કંટ્રોલ નહીં કરી શકો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.