15 રસપ્રદ સાચી વાતો જે તમે ડિમ્પલ રાની – દીપિકા પાદુકોણ વિષે નથી જાણતા!
દીપિકા પાદુકોણ ખુબ લોકપ્રિય અને સૌથી વધુ ચુકવણી કરનાર ભારતીય સેલિબ્રિટી છે જેનો જન્મ 5મી જાન્યુઆરી 1986 ના દિવસે થયો હતો. તે બેડમિંટન ખિલાડી પ્રકાશ પાદુકોણ ની છોકરી છે.તેને તેના અભિનય ની શરૂઆત 2006 માં કરી હતી. તેને આ વર્ષે પોતાના હોલિવુડ ના અભિનય ની શરૂઆત વીન ડીઝલ સાથે કરી છે.કાલે દીપિકા તેનો 30 મોં જન્મદિવસ ઉજવશે.
તેથી, અહીં તેના વિશે કેટલીક રસપ્રદ અને અજ્ઞાત વાતો જાણો.
1. દીપિકાનો જન્મ કોપેન્હાગોન (ડેનમાર્ક) માં અને ઉછેર બેંગ્લોરમાં થયો.
2. એકટિંગ અને મોડેલિંગ સિવાય તેને સમાચારપત્ર માટે એક કોલોંમ લખ્યું છે અને નારીવાદ જેવા મુદ્દાઓ વિષે તેના મંતવ્યો વ્યકત કર્યા છે.
3. કિશોરાવસ્થામાં દીપિકા રાષ્ટ્રીય લેવલ સુધી બેડમિન્ટન રમી ચુકી છે પણ તેને તે કારકિર્દી મોડેલિંગ માટે છોડી દીધી હતી.
4. 2006 માં તેને તેની કારકિર્દીની શરૂઆત એક કન્નડ ફિલ્મ ઐશ્વર્યા થી કરી.(ઘણા માને છે તેને ૐ શાંતિ ૐ થી અભિનય કર્યો છે)
5. તેને પોતાની પહેલી બોલિવૂડ ફિલ્મ ૐ શાંતિ ૐ માં ડબલ રોલ કર્યો હતો.આ ફિલ્મ 2007 ની બ્લોકબસ્ટર બની ગઈ હતી.
6.દીપિકા ની પહેલી જીત ૐ શાંતિ ૐ પહેલા લિરિલ સાબુ સાથે થઇ હતી.
7. દીપિકા ને આઉટડોર રમતો માટે પ્રેમ છે.તેની બહેન અમિષા ગોલ્ફ ચેમ્પિયન છે.
8.2006 માં હિમેશ રેશમીયા એ દીપિકા ને તેના સંગીત વિડિઓ ‘ નામ હે તેરા તેરા’ માટે બ્રેક આપ્યો હતો.
9.દીપિકા એ નૃત્ય શૈમક દવર પાસે અને અભિનય અનુપમ ખેર પાસે શીખ્યા.
10.તેના રામલીલાના અભિનય થી ખુશ થઇ ને અમિતાભ બચ્ચન એ તેને એક બુકે આપી વખાણી હતી.તે આ એક ખાસ કારણે ખુશ છે એમ મનાય છે.
11. તેને મહારાષ્ટ્ર નું અંબાગામને અપનાવ્યું છે અને તેને વીજળી અને પાણી ની જરૂરિયાત પુરી પાડી છે.
12. 2013 માં એક પછી એક એમ ચાર (રેસ 2, યે જવાની હે દીવાની, ચેન્નાઇ એક્સપ્રેસ, રામલીલા) સો કરોડ ની ફિલ્મ બનાવર તે પહેલી એકટ્રેસ હતી જેને આવું કર્યું હતું.
13. દીપિકા એ ફોર્બ્સ 2015 સેલેબ્રીટી લિસ્ટ માં 59 કરોડ ની કમાણી સાથે 9 મોં રેન્ક મેળવ્યો છે. તે એક એવી સ્ત્રી છે જેને ટોપ 10 માં સ્થાન મળ્યું છે.
14. તે નીચે આપેલ યાદીમાં ટોપ પર છે.
સૌથી સુંદર ભારતીય – પીપલ ઇન્ડિયા મેગેઝીન
સૌથી વધુ ઇચ્છનીય ભારતીય – ટાઈમ્સ ઓફ ઇન્ડિયા
જગત ની સૌથી સેકસી સ્ત્રી – FHM ઇન્ડિયા
હોટ 100 – મેક્સિમમ ઇન્ડિયા એવોર્ડ
ખાસ સિદ્ધિ એવોર્ડ – CNN IBN ભારતીય વર્ષ
વર્ષનો મનોરંજક – NDTV ભારતીય વર્ષ 2014 અને ઘણા બધા
15. દીપિકા પાદુકોણે ફિલ્મમાં ભાગ લેવા બદલ 3 ફિલ્મફેર એવોર્ડ,9 સ્ક્રીન એવોર્ડ, 6 ઝી એવોર્ડ, 3 સ્ટારડસ્ટ એવોર્ડ અને 6 IIFA એવોર્ડ જીત્યા છે.