કરોડો વર્ષ પહેલા બન્યા આ ૧૦૮ કુંડ, જેમાં સ્નાન કરવાથી મટી જાય છે બધા રોગો

પૌરાણિક કથાઓ માં ભગવાન શ્રી રામ ના ચમત્કારો નું વર્ણન ઘણી બધી જગ્યાએ કરવામાં આવ્યું છે. આ ચમત્કારો માંથી એક ચમત્કાર આ છે. ભગવાન રામ ના હાથે થી આ તળાવ નું નિર્માણ થયું છે એવું માનવામાં આવે છે, શું તમે જાણો છો આ તળાવ વિશે? એક માન્યતા અનુસાર આ તળાવ માં સ્નાન કરવાથી બધીજ પ્રકારના ચામડી ના રોગ દુર થઇ જાય છે. તો જુવો કેવી રીતે બન્યા આ તળાવ અને તેની સાથે સંકળાયેલી પૌરાણિક કથા.

રામકુંડ નામનું આ તળાવ ઇન્દોર- અમદાવાદ રોડ પર ગોધરા થી 15 કિમી દુર ટુઆ નામનું ગામ છે.એવું માનવામાં આવે છે કે આ સ્થાન એ રામાયણ અને મહાભારત બંને નો સાક્ષી છે.

આ જગ્યાએ છ પેઢી થી ભગવાન ની સેવા કરતા સંત હેમંત ગીરી ના કહેવા મુજબ એવ વાર શ્રાપ ના કારણે સબંગ ઋષિ ને કોઢ થયો હતો. ભગવાન રામ ને તેમને આ શ્રાપ માંથી મુક્તિ મેળવવા ધરતી ઉપર બાણ છોડવું પડ્યું હતું અને એ બાણ ના કારણે અહી ઘણાબધા કુંડ બની ગયા. આ કુંડો પૈકી અમુક કુંડ ની અંદર ગરમ પાણી અને અમુક કુંડ ની અંદર ઠંડુ પાણી છે.

એવું માનવામાં આવે છે આ ૧૦૮ કુંડ ની અંદર 5 અઠવાડિયા સુધી સ્નાન કરવા થી બધા ચામડી ના રોગ દુર થાય છે. આ જગ્યા એ આવ્યા પછી ઠીક થનાર શ્રધાળું એક કુંડ બનાવવો પડે છે.

એક અનુમાન અનુસાર આ જગ્યા એ રોજના ૩૦૦ થી 500 શ્રધાળું કુંડ માં સ્નાન કરવા આવે છે. અને શ્રાવણ મહિનાની અંદર ખુબજ ભીડ હોય છે.

આ કુંડ વૈજ્ઞાનિકો માટે પણ એક પડકાર છે. અત્યાર સુધી કોઈપણ વ્યક્તિ આ કુંડ વિશે કોઈપણ પ્રકારની જાણકારી મેળવી શક્યું નથી કે કેવી રીતે એક ફૂટ ની અંદર એક જગ્યાએ ગરમ પાણીછે તો બીજી જગ્યાએ ઠંડુ પાણી છે.

એક એવી માન્યતા પણ છે કે દ્વાપર યુગ ની અંદર પાંડવો એ પણ અહી સ્નાન કર્યું હતું. અને થોડે દુર એક મંદિર છે ત્યાં ભીમ ના ચરણકમળ ની પૂજા કરવામાં આવે છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *